પહેલાં એ ચકાસો : સુનીલ શાહ

 

વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.

આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.

એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

- સુનીલ શાહ

 

સુનીલભાઈનાં જન્મદિને માણીએ તેમની એક ગઝલ,  જે ખુદને જ ચકાસવાનું એક સરસ ઇજન આપી જાય છે. અને પછી તો ભીતરી દીવાલ તોડી એકમેક સુધી પહોંચતા વાર પણ  ના લાગે .   સુનીલભાઈને જન્મદિનની મબલખ શુભેચ્છાઓ !

 

 

.


9 Comments to “પહેલાં એ ચકાસો : સુનીલ શાહ”

  1. sudhir patel says:

    કવિશ્રી સુનિલ શાહને જન્મ-દિવસ પર હાર્દિક અભિનંદન!
    એમની સુંદર ગઝલ ફરી અહીં માણવી ગમી!
    સુધીર પટેલ.

  2. જન્મદિન મુબારક હો, દોસ્ત્..

    મારી ગમતી ગઝલ…

  3. સુનીલ ભાઇ ને જન્મદીનની શુભકામનાઓ

  4. વિહંગ વ્યાસ says:

    સરસ. સુનિલભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ

  5. સુનીલભાઈને જ્ન્મદિનની વધાઈ. સરસ ગઝલ.

  6. Mahendra says:

    ખુબ સરસ, આભાર

    ગુજરાતી બ્લોગ એગ્રીગેટર

    http://gujvani.tk

  7. ભાઈશ્રી સુનીલને જન્મદિન નિમિત્તે ઘીથી તરબતર વેડમી જેવી અઢળક શુભેચ્છાઓ….
    સુંદર ગઝલ અહીં ફરીવાર માણી-બહુ ગમ્યું.
    આભાર પિન્કીબેન…

  8. pragnaju says:

    સુનિલને જન્મ-દિવસ- અભિનંદન
    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.
    સહેજે ગમી જાય તેવી પંક્તીઓ તેમના હૈયાની આત્મલક્ષી ભાષાને પોતીકા અવાજમાં અંશત રૂપાંતરિત કરી શક્યા છે કે ક્યારેક એમના પાત્રોનાં ચૈતસિક આયામો સાથે, આંતર-બાહ્ય ગતિ, આવેગ સાથે સમરસ થવા એ વાંચકના ભાવક ચિત્તમાં સંવેદન કંપીત કરી શક્યા છે

  9. Lata Hirani says:

    છત જવાની બનતી હોય રોજ ઘટના….

    !!!!!!!!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME