અમે નીકળી જવાના : ઉર્વીશ વસાવડા
બધાની આંખ આગળથી અમે નીકળી જવાના,
અગર જો રોકશો છળથી અમે નીકળી જવાના.
તમારી ભૂલ છે કે મત્સ્ય માની જાળ નાખી ,
બનીને બુદબુદા જળથી અમે નીકળી જવાના.
કરી લે લાખ કોશિશ કેદ ના થઈશું કદી પણ,
ઉઘાડી બારણાં કળથી અમે નીકળી જવાના.
ગતિ ખૂશબુ સમી છે ઊર્ધ્વગામી એટલે તો,
પવન સંગાથ ભૂતળથી અમે નીકળી જવાના.
અમારી જાત શબ્દોની નહીં સ્વરની બની છે,
હશું કંઠે જો કાગળથી અમે નીકળી જવાના.
- ઉર્વીશ વસાવડા
જેને આગળ નીકળી જ જવું છે તેને કોણ રોકી શક્યું છે ? તે તો કળથી કે છળથી આ ભૂતળથી નીકળી, કાળનાં કાગળ પર પોતાનું નામ અંકિત કરી જ જવાનાં.
.

સરસ મઝાની રચના છે….
“અમારી જાત શબ્દોની નહીં સ્વરની બની છે,
હશું કંઠે જો કાગળથી અમે નીકળી જવાના.”
Nice Lines….
http://vinelamoti.com
તમારી ભૂલ છે કે મત્સ્ય માની જાળ નાખી, બનીને બુદબુદા, જળથી અમે નીકળી જવાના. વાહ…..કાબિલેદાદ ગઝલ ઉર્વીશભાઇ !
અમારી જાત શબ્દોની નહીં સ્વરની બની છે,
હશું કંઠે જો કાગળથી અમે નીકળી જવાના.
ખૂબ સુંદર
સ્વંય વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ;
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના.
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઈ નથી ભય તું થાય તે કરી લે !
ઈશ્ર્વર સમો ધણી છે થોડા મરી જવાના !
યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના.
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે ?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
ઉર્વીશભાઈએ સુંદર રદિફને અસરકારક રીતે નિભાવી એક કાબિલ-એ-દાદ ગઝલ આપી છે એમની ખાસિયત મુજબ…
-અભિનંદન.
ખૂબ સુંદર ગઝલ! બધાં જ શે’ર માણવા લાયક છે.
સુધીર પટેલ.
વાહ… સાદ્યંત સુંદર ગઝલ.. બધા જ શેર અદભુત થયા છે…
કાબિલે-દાદ ગઝલ!!!
સાદ્યંત સુંદર ગઝલ.