આ તખ્તો બદલાય છે : અમિત ત્રિવેદી
પાંદડું સૂરજ આડે આવે તો પરછાય છે,
માણસ, માણસ આડે આવે તો વીંધાય છે.
મેં કાગળ પર શબ્દોનો ઢગલો રાખ્યો છે, ને
સૌ પોતે પોતાની રીતે લ્યો મલકાય છે.
એનું જીવન ક્ષણભરનું છે ક્યાં એ જાણે છે ?
પાંદડું ઝાકળ ગોદીમાં લઈને હરખાય છે.
જો એ ધારત તો ઊડી શકતે આકાશે પણ,
આયનો સામે મળતાં તો ચકલી પટકાય છે.
તખ્તા પર હું જે કહી શક્યો તારા માટે બસ,
એના રૂપ અને રંગથી આ તખ્તો બદલાય છે.
- અમિત ત્રિવેદી
માણસને આડે ક્યાં તો માણસ આવે છે , ક્યાં તો ચકલીની જેમ અરીસામાં જોઈ માથું પટકનારા જ વધુ મળી આવે છે. જીવન તો ક્ષણભંગૂર છે, જો જલકમલવત્ જીવી લઈએ તો, તખ્તો બદલાતાં વાર નહિં લાગે. અમિતભાઈને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.

આ ગઝલ કારની ભાગ્યે જ કોઇ એ તેની ગઝલની નોધ લીધી હશે,પણ આ યુવાન ગઝલકાર્ની ગઝલની શકતિ અસિમ છે…..તેની કલમમાથી ધારદાર ગઝલ જન્મે છે…તેની મજા કઇ જ ઓર છે!!!!!!!!!
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
અમિત ત્રિવેદીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Nice one
And didi kindly find sometime to visit us
સુંદર ગઝલ!
અમિતભાઈને જન્મ-દિવસની હાર્દિક વધાઈ અને શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
દીદી, અમિત અંકલના જન્મદિન નિમિતે અમે તેમની સાઇટને યુનિકોડમાં બનાવવાનું બિડું ઝડપ્યું છે..
you can find it shortly on..
http://vinelamoti.com
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સ રસ ગઝલ
જો એ ધારત તો ઊડી શકતે આકાશે પણ,
આયનો સામે મળતાં તો ચકલી પટકાય છે.
તખ્તા પર હું જે કહી શક્યો તારા માટે બસ,
એના રૂપ અને રંગથી આ તખ્તો બદલાય છે.
વાહ્
અમિત ત્રિવેદીજીની ગઝલ એટલે દિલ પર અમિટ.. ન મિટાય એવી છાપ મુકી જાય એવી ગઝલો, એમના શબ્દો ચોરીને કહું તો એમની તરો તાજા ગઝલોથી ગુજરાતી ગઝલનો તખ્તો બદલાય છે.
એમના જન્મદિને હાર્દિક શુભેચ્છા. એઓશ્રીનો હું અંગર ઋણી છું કારણ કે એઓ એમની રચનાઓ મને ઈ મેઈલ મારફત મોકલાવે છે. એઓનો હું આજે જાહેરમાં આભાર માનું છું.
બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.વેબ મહેફિલનો ખાસ આભાર – અમિત ત્રિવેદી
વાહ!એક એક શેર- શેર જેવો શક્તિશાળી!
ક્લ્પક
ખુબજ સરસ, વાહ ભાઇ વાહ ,શબ્દો લઉ chori tem man ne thay che(like natavarbhai).
and you are very right, teme kagal par sabdo no dhagalo rakhyo che ne,
te ame pot potani rite layi ne malakae ae che. ane mane gujarati lakhata na favyu , badhi jadani wrong thati hati. i will learn in near future.
ખૂબ સુંદર ગઝલ..આભાર…
ખુબ જ સુઁદર ગઝલ છે મજા પડ ગઈ. Hearty congratulations to Amitbhai.I request WEBMEHFIL to upload more ghazals of Amitbhai — Paresh Pandya
જો એ ધારત તો ઊડી શકત આકાશે….
‘હું’ને અવગણવાની વાત કેટલી સરસ રીતે આલેખી !!
કવિને જન્મદિનની વધાઈ. સરસ ગઝલ.
સરસ રચના અમિતભાઈને અભિન્ઁદન તેઓની વધુ રચના માણવા મળશે ? – નિખિલ જાની
Pinki : We will put more poems by him in a very short time. But please write your correct e-mail address. I replied you by a mail but it returned.
I am sorry the mail address was wrongly mentioned.Thanks for your reply Regards Nikhil Jani
Sorry again. I made mistake please note my email id -
nikhiljani333@gmail.com Regards Nikhil Jani
Pinki : Thanks and regards.