આ સફરની વચાળે : મનોજ ખંડેરિયા

 

ભીડ ભરેલો ભરચક છું હું,

કોલાહલની છાલક છું હું,

ઘડિયાળોની ટકટક છું હું,

આ નગરની વચાળે.

 

એકાંતે અટવાતો ચાલું,

મારાથી અકડાતો ચાલું,

હું જ મને અથડાતો ચાલું,

આ સફરની વચાળે.

- મનોજ ખંડેરિયા

 

અંજની ગીત એ મરાઠી સાહિત્યનો એક પ્રકાર છે.  મનોજ ખંડેરિયાને સુરેશ દલાલ કહે છે એમ, ‘અંજની યોગ’ થયો અને તેમણે  આ સાહિત્યપ્રકારમાં ઊંડું ખેડાણ કરી, ગુજરાતી સાહિત્યને એક આખું પુસ્તક “અંજની”  આપ્યું. 

ઉપરોક્ત ગીતમાં,  ભરચક ભીડમાં નગરની વચ્ચોવચ પણ, માણસ કેવો એકલતામાં અટવાતો ગયો છે તે પરિસ્થિતિને  આબેહૂબ વર્ણવી છે. વળી, પ્રથમ ખંડમાં નગરની વચાળે – તો અંતિમ ખંડમાં સફરની વચાળે-  અનોખો કાવ્યાત્મક દ્વંદ્વ  ‘માણસ’ને  હચમચાવી દે છે.

 

.


11 Comments to “આ સફરની વચાળે : મનોજ ખંડેરિયા”

  1. સુંદર રચના… ઘણા સમયે સ્મૃતિપટ અંજનીકાવ્ય શબ્દથી જરા હાલ્યો… આ કાવ્યપ્રકારની ફરી એકવાર મુલાકાત લેવી પડશે.. આભાર, પિંકીબેન…

  2. એકવીસમી સદીનો માણસ…

    ખરેખર, ભીડ ભરેલો ભરચક છે…

    “માનવ”
    http://vinelamoti.com

  3. Niraj says:

    સુદંર ગીત..

  4. વિહંગ વ્યાસ says:

    સરસ રચના.

  5. preetam lakhlani says:

    બહુ જ સ..ર્..સ્..કાવ્ય !!!!!!!!

  6. મનોજ ખંડેરિયાનું કાવ્ય સારું જ હોય એવી એક સાચી માન્યતા પ્રવર્તે છે.
    ‘ને મનોજભાઈ જ્યારે ટૂંકું કાવ્ય લખે ત્યારે એ બહુ જ સારું કાવ્ય હોય છે.
    મનોજભાઈનું આ કાવ્ય ટૂંકા અને બહુ જ સારા કાવ્યની પ્રતીતિ કરાવે છે.
    શ્રી પ્રીતમ લખલાનીનો અભિપ્રાય ઉપરની આ વાતને પૂરો ટેકો પુરાવે છે.

  7. sudhir patel says:

    ‘અંજનીગીત’ કાવ્ય પ્રકારમાં મનોજભાઈનું ખૂબ સુંદર પ્રદાન છે.
    આ પ્રકારને યાદ કરી એમનું સરસ ગીત અહીં મૂકવા બદલ આભાર!
    સુધીર પટેલ.

  8. pragnaju says:

    સુંદર રચના
    એકાંતે અટવાતો ચાલું,
    મારાથી અકડાતો ચાલું,
    હું જ મને અથડાતો ચાલું,
    આ સફરની વચાળે.
    વાહ્
    અંજની છંદ
    હું પાનખર નુ પીળુ પાન,
    શઢ વગર નુ ખાલી સુકાન,
    ખંડેર હૈયુ એજ મકાન,
    યોગ પડતુ પાન…

  9. neetakotecha says:

    એકાંતે અટવાતો ચાલું,

    મારાથી અકડાતો ચાલું,

    હું જ મને અથડાતો ચાલું,

    વાહ વાહ….

  10. Lata Hirani says:

    કેમ કરીને જીવું છું હું
    મોત સફરની વચાળે…

  11. સુંદર પ્રયોગશીલ રચના.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME