Distance : વિપિન પરીખ

 

Dundalk_Train_Tracks_1

Photo : David Robert Crews from Maine Outdoors Today

(  Notice, you can see Bharat’s map in Sun light ! )

 

એક સાંજે

ટ્રેનના ચાલ્યા ગયા પછી

રેલ્વેના પાટા અરસપરસ પૂછતાં હતાં :

“બે માણસને એકબીજાથી દૂર જવા માટે

કેટલું Distance જોઇએ ? “

- વિપિન પરીખ

 

હમણાં જ એક ગાયને રિક્ષાની સહેજ ટક્કર વાગી ગઈ. મારા દીકરાએ મને કહ્યું, ” ગાયને તો રિક્ષા, ટ્રક, બસ એવું બધું તો – monster (રાક્ષસ) જેવું જ લાગતું હશે, નહિં ?  અને હું કોઈ English Movieમાં બતાવે છે તેવા દ્રશ્યોમાં ખોવાઇ ગઇ.  ત્યાં જ મને પૂછે છે,  ” અને આપણે ? “  તેનો જવાબ તો ના આપી શકી અને ત્યાં જ આ કાવ્ય…. આ પ્રશ્નનો ઉત્તર પણ ?!!

 

.


16 Comments to “Distance : વિપિન પરીખ”

  1. What is the good name of your cute boy?

    Pinki : My son’s name is Om.

  2. વિહંગ વ્યાસ says:

    સરસ કાવ્ય. વિપિન પરીખની રચનાઓ એકદમ હ્રુદય સ્પર્શી હોય છે. તેમના રીટા કાવ્યો પણ એટલાજ માણવા ગમે તેવા છે.

  3. મહેન્દ્ર જોશી says:

    કેવો સરસ યોગનુયોગ ! આજ રચના ગઈકાલે મે મારા બ્લોગ પર મુકેલ. http://mahendrapjoshi.blogspot.com/

    Pinki : sorry, but I don’t know about ur blog. will take care for it.

  4. preetam lakhlani says:

    ભાઈ વિહ્ગ વ્યાસની વાત બિલકુલ સાચી છે, વિપિન ભાઈના કાવ્ય એકદમ હદય સ્પશી હોય છે!!!!!

  5. થોડામાં ઘણું–ઊંડું કહી દીધું.

  6. Even the parellel two railway tracks meet at ad infinitum.
    But the man requires no distance or distance ad infinitum.
    This is the difference between an inanimate and a live object.
    One runs parellel together forever never to meet;another
    a wink.

  7. Mitro, Distance vadharva ke dhatadva nani sarkhi luli yane jeebh pan te kam kari shake chhe.
    Mara 1 mitra ne thoda divas pahelaj jibhno durpyog thayone priy vyakti vhala balkne lai India pahochi gai..

  8. sudhir patel says:

    ખૂબ અર્થ-ગંભીર અને ચોટદાર કાવ્ય!
    સુધીર પટેલ.

  9. vivek sagar says:

    pinkiben, aa sugam sangeet.surtino faltu opinion ahiya na pragat karoto saru,aa faltune kavita sathe shu leva deva!

  10. Pinki says:

    આદરણીય વિવેકભાઈ,

    વૅબમહેફિલમાં દરેક કોમેન્ટને વાંચકનાં શબ્દો જેમનાં તેમ રાખીને પ્રગટ કરવામાં આવે છે. હમણાંથી સ્પેમ કોમેન્ટસનો મારો વધુ હોવાથી તેને મોડરેશનમાં મૂકવામાં આવી છે.

  11. બે માણસને એ બીજાથી દૂર જવા માટે કેટલું અંતર જોઇએ ? વાહ યક્ષપ્રશ્ન.

    મેં હમણા જ “સ્પર્શ” ઉપર એક બ્લોગ લખેલો જેમા બે વ્યક્તીને જોડવા સ્પર્શની ભાષા વિષે લખ્યું છે.
    બાકી તો માણસના મનને તોડવામાં વાર શી ? બે બોલ કડવા કહો અને મન નંદવાઇ જાય, પાસે હોય તોય જોજન દૂર ઠેલાઇ જાય.

  12. ગાગરમાં સાગર !!

  13. neetakotecha says:

    ખૂબ સરસ વાત કહી છે..

  14. Lata Hirani says:

    બે માણસને સાથે રહેવા કેટલો પ્રેમ જોઇએ ?

  15. સરસ વેધક કાવ્ય.

  16. pragnaju says:

    બે માણસને એકબીજાથી દૂર જવા માટે
    કેટલું Distance જોઇએ ? “
    અર્થ ગંભીર વાત…

    ફાસલા વધે છે કુર્બતથી જાણે પ્યારમાં ગણિત બદલાતા અહીં જોયા.

    જાવેદ અખ્તરના શેર જેવી છે,
    સબ કા ખુશી સે ફાસલા
    એક કદમ હો હર ઘરમેં બસ
    એક હી કમરા કમ હૈ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME