ભૈ માણસ છે : જયંત પાઠક

 

રમતાં રમતાં લડી પડે, ભૈ માણસ છે,
હસતાં હસતાં રડી પડે, ભૈ માણસ છે.
 
પહાડથી એ કઠ્ઠણ, મક્કમ માણસ છે,
દડદડ દડદડ દડી પડે, ભૈ માણસ છે.
 
ચંદર પર ચાલે ચપચપ, માણસ છે,
ને બે ડગલે ખડી પડે, ભૈ માણસ છે.
 
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે,
ભરબપ્પોરે ઢળી પડે, ભૈ માણસ છે.
 
પૂજવા ઝટ થયાં પાળિયા માણસ છે,
ટાણે ખોટ્યું પડી, પડી ભૈ માણસ છે.

- જયંત પાઠક

 

અનાયાસે જ બે દિવસથી,  માણસ વિષેની રચનાઓ મૂકાય છે અને અચાનક આજે આ ગઝલ યાદ આવી ગઈ.   માણસને ખૂબ જ સહજતાથી વળી, ખૂબ સચોટ અને યોગ્ય રીતે,  મૂલવવામાં આવ્યો છે.   

 

.


8 Comments to “ભૈ માણસ છે : જયંત પાઠક”

  1. વાહ..!

    ખુબ સરસ છે..

    “માનવ”
    http://vinelamoti.com

  2. neetakotecha says:

    કેટલુ પણ ભણતર વધ્યું પણ હજી માણસ પહેલ જેટલુ જ લડે છે..કોઇ ફરક નથી પડ્યો ..દુખ ની વાત છે ને..

  3. sudhir patel says:

    અર્થસભર ગઝલ!
    સુધીર પટેલ.

  4. ફરી ફરી આ કવિતા વાચીએ તો યે મજા પડે એવી મીઠી મધ જેવી છે. આભાર માનવો પડશે?

  5. Lata Hirani says:

    માણસ છે ભાઇ માણસ છે
    મીણ ખડકનો સંગમ છે એ માણસ છે..

  6. જાણીતી રચના.

  7. pragnaju says:

    જાણીતી કવિતા માણી
    મઝા
    યાદ આવી
    પોતાનું આકાશ બતાવી, સુરજ, તારા, ચન્દ્ર ગણાવી,
    વાદળ ફૂટપટ્ટીથી માપે, મા ણ સ છે, બિઝનેસ કરે છે.
    અને
    કવિ એક ઢોંગી માણસ છે
    તે પોતાના અભિનયમાં એટલો પાવરધો છે કે
    તે પોતાની વેદનાને પણ બનાવટનાં વાઘાં પહેરાવે છે
    અને એ વેદનામાંથી વાસ્ત્વિક પીડા અનુભવે છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME