માણસ થવાનું મન થયું : ગૌરાંગ ઠાકર

( એક કૂંપળ ફૂટતી જોઇને …. ભીંત તોડી નાંખવાનું મન થયું )
આ જગતને ચાહવાનું મન થયું,
લ્યો, મને માણસ થવાનું મન થયું.
એક કૂંપળ ફૂટતી જોયા પછી,
ભીંત તોડી નાંખવાનું મન થયું.
આ પવન તો ખેરવી ચાલ્યો ગયો,
પાન ડાળે મૂકવાનું મન થયું.
આ તરસ સૂરજની છે, કહેવાય ના,
અમને નદીઓ ઢાંકવાનું મન થયું.
કોણ જાણે કઇ રમત રમતાં હતાં ?
બેઉ જણને હારવાનું મન થયું.
જાળને જળ એક સરખાં લાગતાં,
માછલીને ઊડવાનું મન થયું.
શ્વાસ રૂંધે છે કદી ખુશ્બુ છતાં,
ફૂલ કોટે ખોસવાનું મન થયું.
મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.
- ગૌરાંગ ઠાકર
ભીંત ફાડીને ઊગતી કૂંપળ જોઇને, ભીંત તોડવાનું મન થાય કે ખરેલાં પાનને ડાળીએ મૂકવાનું મન થાય કે નદીઓની તરસ અનુભવી શકે તે જગતને ચાહે જ છે ને ?!! અને જે જગતને ચાહે કે જેને જગતને ચાહવાનું મન થાય - ત્યાં જ ’માણસપણું’ સચવાઇ ગયુંને ?! જિંદગી નામની રમતમાં જો હારવાનું મન થાય એ જ જંગ જીતવાની શરુઆત છે. ગૌરાંગભાઇનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
the attachments to this post:


વાહ..
આ જગતને ચાહવાનું મન થયું,
લ્યો, મને માણસ થવાનું મન થયું.
સુન્દર રચના લઈને આવ્યા છો..
વાહ કવિ..
આખેઆખી ગઝલ મઝાની થઈ છે.
જન્મદિન મુબારક.
મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
સુંદર ગઝલ…
જન્મદિન મુબારક.
મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.
વાહ્
ઈર્શાદ યાદ આવ્યો
તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.
શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર
કવિમિત્ર,શ્રી ગૌરાંગભાઈને સુંદર ગઝલ અને જન્મદિવસની અઢળક શુભએચ્છાઓ.
એક કૂંપળ ફૂટતી જોયા પછી,
ભીંત તોડી નાંખવાનું મન થાય એ કવિ અને કલમ તથા એના કસબની અમીરાતને સો સો સલામથી નવાજવાનું મન થાય છે…….આમનેઆમ અમારા હિસ્સાની અમીરાત અમારા સુધી ગઝલ સ્વરૂપે પહોંચાડતા રહો કવિ….. શતાયુ ભવ.
ખૂબજ સુંદર ગઝલ. બધાજ શેર પર આફરિન છું. ગૌરાંગભાઇને જન્મ દિવસની ખૂબાખૂબ શુભેચ્છાઓ. આભાર પિંકીબેન.
મિત્રોનો અને વેબ મહેફિલના પીન્કીબેનનો આભારી છુ.
Pinki : Gaurangbhai, it’s my pride and pleasure, having your presence and creation on my site.
સુંદર ગઝલ સાથે કવિશ્રી ગૌરાંગભાઈને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છા અને
અભિનંદન!
સુધીર પટેલ.
સુન્દર!
વ્હ્હ