આંખોમાં નૂર છે : અંકિત ત્રિવેદી
સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે,
ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે ?
કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા,
જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે.
ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને,
અંદર છે એવું કોણ જે કડિયો, મજુર છે.
દરિયાનાં મોજાં એમ કદી ઊછળે નહીં,
ભરતી નદીના જીવનું ધસમસતું પૂર છે.
લોકો નશાનું નામ એને આપતાં રહ્યાં,
તમને મળી લીધાનું જ આંખોમાં નૂર છે.
- અંકિત ત્રિવેદી
અંકિતભાઇની ગઝલ એટલે – આ ગઝલ છે, એની રીતે બોલશે; કોઈ સાધો, કોઈ આરાધો નહીં….. !
.

મજાની ગઝલ.. બધા શેર ગમી જાય એવા થયા છે…
વાહ સરસ ગઝલ..
અન્કિત..સુંદર ગઝલ્..
લોકો નશાનું નામ એને આપતાં રહ્યાં,
તમને મળી લીધાનું જ આંખોમાં નૂર છે.
વાહ્
યાદ
આંખોમાં નિતરતું તારા સબંધોનું નૂર
કૈ ઝંઝામાં ઝળકતું તારા સબંધોનું નૂર.
દરિયાવ દિલમાં હેતનાં હિલોડા લઈને
મઝધારમાં મહેક્તુ તારા સબંધોનુ નૂર.
ગઝલના પહેલા ૩ શેર જોડતો અક સબ્જેક્ટ મેટરનો તંતુ છે અને ૩જામાં તુટી જાય છે ૪થામાં ફરી સધાય છે
પહેલા શેરની પંક્તિમાં વિરોધા ભાસ છે—ધુમ્મસ એટલેજ ઢંકાવું અને ધુમ્મસ હોય તો ઢંકાયેલું જ હોય.
“લોકો નશાનું નામ એને આપતા રહ્યાં”કાર્લ માર્ક્ષના વાક્યનું ગુજરાતી હશે?-રિલિજિયન ઇઝ ઓપિયમ….
ખુબ જ સરસ છે…
પણ,
અંકીત ભાઈને પ્રોગ્રામ માંથી ફુરસદ ક્યાં છે..
“માનવ”
http://vinelamoti.com
સરસ.