સવાલ નથી : મનહર મોદી
એ અહીં છે અને સવાલ નથી,
ને છતાં હોય તો ખયાલ નથી.
મેં મને ને તને જ સમજાવ્યો,
તું કહે એ જ તારી ચાલ નથી ?
‘હું નથી’ એ તો સાવ સાચું છે,
‘તું નથી’ એમાં કોઈ માલ નથી.
આમ ઢાંકે અને ઉઘાડે છે,
રેશમી શ્વાસ છે રૂમાલ નથી.
કોણ ચોરી ગયું તપાસ કરો;
એક ઘરમાં કોઈ દીવાલ નથી.
- મનહર મોદી
ગુજરાતી સાહિત્યનાં આધુનિક કવિઓમાં જેમની ગણના થાય છે તેવાં મનહર મોદીનાં જન્મદિને માણીએ તેમની એક ગઝલ. મત્લાથી જ ગઝલ ખૂલી જતું અનુભવાય છે પણ, ઈશ્વરનું નામ લીધા વિના પ્રિયજન સાથે મોઘમ વાતો કરે એમ કવિ જાત સાથે તો સંવાદ સાધે જ છે. પણ ભાવકને પણ જાત સાથે પણ સંવાદ સાધવા મજબૂર કરે છે. નેતિ નેતિ કહી જ્યાં વેદો પણ અટકી ગયાં … તેવી જ વાતને કવિ પોતાનાં અનોખા અંદાજમાં વર્ણવે છે. એ એટલે કે ઈશ્વર અહીં જ છે અને કોઇ સવાલ ન હોય તે શક્ય છે ? પણ ખુદામાં ખોવાયેલને તે સવાલનો પણ ખયાલ ક્યાં રહે છે ? ખુદને જ સમજાવું એટલે તને જ સમજાવું અને એ જ તો ઈશ્વરની મોટી ચાલ છે ! તો અંતિમ શેરમાં આખી ને આખી દીવાલ ઘરમાંથી કોઇ ચોરી ગયું, એમ કહી, ” અહં બ્રહ્માસ્મિ” નો એકતારો વગાડે છે.
A NOTE FOR SUBSCRIBERS :
The Readers who have subscribed for daily updates and if not getting e-mails, please write in comments so we can solve the problems. Thanks and sorry for inconvenience.
WebMehfiL
.

સુંદર ગઝલ! કવિશ્રી મનહર મોદીને જન્મ-દિવસ પર હાર્દિક શ્રધ્ધાંજલી!
સુધીર પટેલ.
સુંદર અર્થસભર ગઝલ…
આ ગઝલ ‘લયસ્તરો’ પર મૂકવા માટે માંગી લઉં છું…
Pinki : Sure, really too good gazal ! and even matla doesn’t open the hidden meaning and makes it more interesting upto end… just superb !
સુંદર ગઝલ.
કોણ ચોરી ગયું તપાસ કરો;
એક ઘરમાં કોઈ દીવાલ નથી.
શ્રી મનહરભાઈની ગઝલોમાં ઘણીવાર સીધો કે આડકતરો આધ્યાત્મભાવ વણાયેલો જોવા મળે છે.ખાસ તો આ પંક્તિ વધારે ગમી…
‘હું નથી’ એ તો સાવ સાચું છે,
‘તું નથી’ એમાં કોઈ માલ નથી.
-ગમ્યું.
મને ઈ-મેઈલ નથી મળ્યો..
વાહ વાહ
કોણ ચોરી ગયું તપાસ કરો;
એક ઘરમાં કોઈ દીવાલ નથી.
વાહ
‘હું નથી’ એ તો સાવ સાચું છે,
‘તું નથી’ એમાં કોઈ માલ નથી.
‘इदं शरीर कौन्तेय क्षेत्रम्’ (ગીતા ૧૩/૧)
ઇદમ્ (આ) કહ્યું છે. જે ‘આ’ હોય છે તે ‘હું’ નથી હોતું. અને જે ‘હું’ હોય છે તે ‘આ’ નથી હોતું. ‘इदं शरीरम्’ કહીને આગળ શરીરનું વિવેચન કરતા કહે છે -
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥
(ગીતા ૧૩/૫)
પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ, ઇન્દ્રિયા, તથા મન-પ્રકૃતિ સહિત બધું ‘इदं शरीरम्’ ની અંતર્ગત આવી જાય છે. તેથી આ શરીર ‘હું’ નથી – આ વાતને દ્રઢ઼તાથી સમજી લો.
અર્થગર્ભિત આધુનિક ગઝલ.
બહુ સરસ્ ઘઝલ રચના.
Finally, I love this poem! What a meaningful composition! I love the phrase ” Tu nathi, ema koi maal nathi”… awesome love it love it love it!!!!