સવાલ નથી : મનહર મોદી

 

એ અહીં છે અને સવાલ નથી,
ને છતાં હોય તો ખયાલ નથી.

મેં મને ને તને જ સમજાવ્યો,
તું કહે એ જ તારી ચાલ નથી ?

‘હું નથી’ એ તો સાવ સાચું છે,
‘તું નથી’ એમાં કોઈ માલ નથી.

આમ ઢાંકે અને ઉઘાડે  છે,
રેશમી શ્વાસ છે રૂમાલ નથી.

કોણ ચોરી ગયું તપાસ કરો;
એક ઘરમાં કોઈ દીવાલ નથી.

- મનહર મોદી

 

ગુજરાતી સાહિત્યનાં આધુનિક કવિઓમાં જેમની ગણના થાય છે તેવાં મનહર મોદીનાં જન્મદિને માણીએ તેમની એક ગઝલ.  મત્લાથી જ ગઝલ ખૂલી જતું અનુભવાય  છે પણ, ઈશ્વરનું નામ લીધા વિના પ્રિયજન સાથે મોઘમ વાતો કરે એમ કવિ જાત સાથે તો સંવાદ સાધે જ છે.  પણ ભાવકને પણ જાત સાથે પણ સંવાદ સાધવા મજબૂર કરે છે.  નેતિ નેતિ કહી જ્યાં વેદો પણ અટકી ગયાં … તેવી જ વાતને કવિ પોતાનાં અનોખા અંદાજમાં વર્ણવે છે.  એ એટલે કે ઈશ્વર અહીં જ છે અને કોઇ સવાલ ન હોય તે શક્ય છે ?   પણ ખુદામાં ખોવાયેલને તે સવાલનો પણ ખયાલ ક્યાં રહે છે ?   ખુદને જ સમજાવું એટલે તને જ સમજાવું અને એ જ તો ઈશ્વરની મોટી ચાલ છે !   તો અંતિમ શેરમાં આખી ને આખી દીવાલ ઘરમાંથી કોઇ ચોરી ગયું, એમ કહી,  ” અહં બ્રહ્માસ્મિ” નો એકતારો વગાડે છે. 

 

 A NOTE FOR SUBSCRIBERS : 

The Readers who have subscribed for daily updates and if not getting e-mails,  please write in comments so we can solve the problems. Thanks and sorry for inconvenience.

WebMehfiL

 

.


9 Comments to “સવાલ નથી : મનહર મોદી”

  1. sudhir patel says:

    સુંદર ગઝલ! કવિશ્રી મનહર મોદીને જન્મ-દિવસ પર હાર્દિક શ્રધ્ધાંજલી!
    સુધીર પટેલ.

  2. સુંદર અર્થસભર ગઝલ…

    આ ગઝલ ‘લયસ્તરો’ પર મૂકવા માટે માંગી લઉં છું…

    Pinki : Sure, really too good gazal ! and even matla doesn’t open the hidden meaning and makes it more interesting upto end… just superb !

  3. સુંદર ગઝલ.
    કોણ ચોરી ગયું તપાસ કરો;
    એક ઘરમાં કોઈ દીવાલ નથી.

  4. શ્રી મનહરભાઈની ગઝલોમાં ઘણીવાર સીધો કે આડકતરો આધ્યાત્મભાવ વણાયેલો જોવા મળે છે.ખાસ તો આ પંક્તિ વધારે ગમી…
    ‘હું નથી’ એ તો સાવ સાચું છે,
    ‘તું નથી’ એમાં કોઈ માલ નથી.
    -ગમ્યું.

  5. મને ઈ-મેઈલ નથી મળ્યો..

  6. વિહંગ વ્યાસ says:

    વાહ વાહ

  7. pragnaju says:

    કોણ ચોરી ગયું તપાસ કરો;
    એક ઘરમાં કોઈ દીવાલ નથી.
    વાહ
    ‘હું નથી’ એ તો સાવ સાચું છે,
    ‘તું નથી’ એમાં કોઈ માલ નથી.

    ‘इदं शरीर कौन्तेय क्षेत्रम्’ (ગીતા ૧૩/૧)
    ઇદમ્ (આ) કહ્યું છે. જે ‘આ’ હોય છે તે ‘હું’ નથી હોતું. અને જે ‘હું’ હોય છે તે ‘આ’ નથી હોતું. ‘इदं शरीरम्’ કહીને આગળ શરીરનું વિવેચન કરતા કહે છે -
    महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
    इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥
    (ગીતા ૧૩/૫)
    પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ, ઇન્દ્રિયા, તથા મન-પ્રકૃતિ સહિત બધું ‘इदं शरीरम्’ ની અંતર્ગત આવી જાય છે. તેથી આ શરીર ‘હું’ નથી – આ વાતને દ્રઢ઼તાથી સમજી લો.

  8. અર્થગર્ભિત આધુનિક ગઝલ.

  9. Pankty Desai says:

    બહુ સરસ્ ઘઝલ રચના.

    Finally, I love this poem! What a meaningful composition! I love the phrase ” Tu nathi, ema koi maal nathi”… awesome love it love it love it!!!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME