કોઈને કે’તા નહીં : હરદ્વાર ગોસ્વામી

 

વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.

આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.

આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.

શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.

આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં.

- હરદ્વાર ગોસ્વામી

 

માળાનાં એકસોને આઠ મણકાં હારી જાય એવું સાદગીનું સત્  ….  અને હરદ્વારની કલમે પણ શબ્દોની સાદગીનું સત્ એટલું જ ઝળહળ્યું  છે.

 

.


9 Comments to “કોઈને કે’તા નહીં : હરદ્વાર ગોસ્વામી”

  1. સુંદર રચના!

  2. pragnaju says:

    કવિ તેમજ યુવા ગઝલકાર તરીકે શ્રી હરદ્વારભાઈનું નામ સાહિત્ય જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ કુશળ વકતા તો છે જ, તે ઉપરાંત કાર્યક્રમનું સુચારૂ સંચાલન કરનાર સંચાલક પણ છે. તેમના મુક્તકો અને ગઝલો લોકહૃદયમાં સ્થાન પામે તેવા સરળ અને મનનીય હોય છે.
    આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
    સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.
    સાદગી ગુરુકૃપા મેળવવાનું ઉત્તમ સાધન છે.સામાન્ય રીતે સાધક બહારની મુસીબતોમાં જ ફસાઈ જાય છે. નાનાં-નાનાં વિધ્નોની તેને કલ્પના હોતી નથી અને તેટલી સમજ પણ હોતી નથી,મનની આંતરિક અવસ્થા, સંસ્કારોનો ઉદય તથા ક્ષય એવા વિષયો છે, જે અઘ્યાત્મમાં આવે છે, પરંતુ વિજ્ઞાન તેના પર કોઈ પ્રકાશ નાખતો નથી અને ભૌતિક વિજ્ઞાન તો ક્યારેક તેને ફગાવી પણ દે છે.

  3. Niraj says:

    સરસ ગઝલ..

  4. sudhir patel says:

    વાહ, દોસ્ત હરદ્વાર! સુંદર ગઝલના બધાં જ શે’ર દમદાર છે! રદીફ પણ નવીન છે અને બખૂબી નિભાવયો છે. અભિનંદન!
    સુધીર પટેલ.

  5. સરળતા સ્પર્શી જાય એવી છે…

  6. Prabuddh says:

    ઘણા વખતે સરસ અને નવા રદિફની ગઝલ વાચી, મજા આવી ગઈ.

  7. સરળ તેમજ મિજાજ સભર ગઝલ.

  8. સુંદર ગઝલ.

    “આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
    સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.”

    આ શેરના અનુસંધાનમાં, સાદગીમાં જે સૌંદર્ય છે તે બીજા કશામાં નથી.

  9. raksha says:

    શુ કહુ? બસ એક જ રટણ..વાત, કે અવિરત લખાય તો????

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME