માળામાં ફરક્યું વેરાન : માધવ રામાનુજ

 

દાદાના આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ, પછી માળામાં ફરક્યું વેરાન.

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યાં,
સૈયરનાં પકડીને હાથ ફર્યા ફેરફેર, ફેર હજી એય ન’તા ઊતર્યાં;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું, જોબનનું થનગનતું ગાન,
દાદાના આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,પોઢેલાં હાલરડાં જાગ્યાં,
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને, ભૂલી જવાના વેણ માંગ્યાં;
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું, ચોરી ગયું રે કોઈ ભાન,
દાદાનાં આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

- માધવ રામાનુજ

 

દાદાએ વાવેલા આંબે એક કૂણેરું પાન હજુ ફૂટ્યું ના ફૂટ્યું અને કોઇ પરદેશી પંખી આવી તેને ચૂંટી જાય.    સેંથાનું સિંદૂર કે  આંખનું કાજળ હૈયાનું ભાન ચોરી જાય પણ,   ખોળો વાળીને પાંચીકા રમતાં કે ફેરફૂદરડી ફરતાં તે કુંવારા દિવસો કેમ ભૂલાય ?  ઘરનાં આંગણામાં ઊડાઊડ કરતી, આંગણાને ગહેકાવતી દેવચકલી જેવી દીકરીઓ પરણીને સાસરે જાય પછી ઘર રુપી માળામાં વેરાન ન ફરકે તો જ નવાઈ ?!  માધવ રામાનુજનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ. ( ઑડિયો )

 

.


4 Comments to “માળામાં ફરક્યું વેરાન : માધવ રામાનુજ”

  1. ilajayswal says:

    khub hradaysparsi rachana!

  2. Harnish Jani says:

    માધવભઐને જન્મદિનનેી વધામણી-પિંકીજીને સરસ પસંદ બદ્લ આભાર-
    લાગણીઓથી દિલ ભરઐ ગયું.

  3. કવિશ્રીને જન્મદિવસની વધાઈઓ…

    ગુજરાતી કાવ્યજગતનું એક મહામૂલું ઘરેણું…

  4. pragnaju says:

    જન્મદિવસના અભિનંદન
    ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યાં,
    સૈયરનાં પકડીને હાથ ફર્યા ફેરફેર, ફેર હજી એય ન’તા ઊતર્યાં;
    આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું, જોબનનું થનગનતું ગાન,
    દાદાના આંગણામાં કોળેલા, આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.
    વાહ્

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME