કેવું વહાલ રાખે : વજેસિંહ પારગી
આંખ કોરી ને ભીનો રૂમાલ રાખે,
રામ જાણે દોસ્ત કેવું વહાલ રાખે.
હું ના છોડી જાઉં એનો ખ્યાલ રાખે,
દ્વાર સાથે ઘર, સદા દીવાલ રાખે.
ક્યાં ખુશી ચપટી ભરી ગુલાલ છાંટે,
કોક દી અવસર છતાં કંગાલ રાખે.
એક ઉત્તર શોધતાં થાકી જઉં ત્યાં,
જિંદગી ઊભો નવો સવાલ રાખે.
હાથ પર ઘડિયાળ બાંધી હું ફરું પણ,
કાળ મારા હાથમાં ક્યાં કાલ રાખે.
- વજેસિંહ પારગી
પુસ્તકને જ જેણે જીવન સમર્પિત કર્યું છે તેવા વજેસિંહભાઇનો જન્મદિન આજે જ રજીસ્ટર્ડ થયેલો છે. એટલે કે , સાચી તારીખની તો તેમને પણ જાણ નથી. જોકે, ગમે તે મહિનામાં તેમનો જન્મ થયો હોય તો પણ વિશ્વ પુસ્તક દિને જ તેમનો જન્મ મનાવીએ તો ઈશ્વરને પણ ખોટું નહીં લાગે. કારણ જેમણે જિંદગી જ પુસ્તકને સમર્પિત કરી હોય તેમનો જન્મદિન પુસ્તકદિને મનાવવાનો અબાધિત હક આપણને મળી જ જાય. વજેસિંહભાઈને જન્મદિને જિંદગીનાં દરેક સવાલનો જવાબ મળી જાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ… !
.

શું કમાલની કૃતિ છે? દિલતર થઇ ગયું આભાર.
સુંદર રચના છે…
કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
કવિશ્રીને જન્મ-દિવસની શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
એક ઉત્તર શોધતાં થાકી જઉં ત્યાં, જિંદગી ઊભો નવો સવાલ રાખે. વાહ ! વજેસિંહભાઇને અઢળક શુભેચ્છાઓ.
જન્મદિન મુબારક
હાથ પર ઘડિયાળ બાંધી હું ફરું પણ,
કાળ મારા હાથમાં ક્યાં કાલ રાખે.
વાહ્
કાલાર્થકર્મણાં યોગો હીન મિથ્યાતિમાત્રક: |સમ્યગ્યોગશ્ચ વિજ્ઞેયો રોગારોગ્યૈક કારણમ્ ||
અર્થાત્ કાળ, અર્થ અને કર્મ – એનો મિથ્યાયોગ અને અતિયોગ રોગ થવાનું કારણ હોય છે.કાળનો અર્થ છે સમય. સ્વાસ્થ્ય પર નજર રાખીને આપણે ગ્રીષ્મ, વર્ષા અને ઠંડી વિષે વિચાર કરવો પડશે. અર્થનો મતલબ છે વિષય. જેને ભોગવવામાં આવે એને અર્થ કહે છે. ધનને ભોગવવામાં આવે છે એટલે ધનને અર્થ પણ કહેવામાં આવે છે. જે ધન ભોગવવામાં ન આવે એ વ્યર્થ થઇ જાય છે.
પિન્કીબહેન, મારી કવિતાને વેબ મહેફિલ પર મૂકવા માટે આભાર । તમારાં સાહિત્યપ્રીતિ ને ખેવનાને દિલી સલામ ।
Pinki : It’s our pride and pleasure having your creation and presence on our site. thanks !
ખુબ જ સરસ ગઝલ.મુ. વજેસિન્હભૈને શુભકામનાઓ…દાહોદીયઆએ વટ પાડી દિધો…હો વરહ્અનો થાજે ભૈ…..રામ ….રામ્…..
વેબ મહેફિલ અને વિશ્વ પુસ્તક દિવસ
કવિતાની ઉજાણી અને કવિના જન્મદિવસની મુબારક બાદી
યાદગાર…