જિંદગી પણ આવશે : દિનેશ દેસાઈ

 

ઝાંઝવાની પ્યાસરૂપે, કોઇ શ્રાવણ આવશે,
હારવાનું નામ ના લે, જિંદગી પણ આવશે.

ઊંટ થઇને નીકળી છે, આજ સહરાની હવા,
ખોબલામાં જોઇ લેજે, રેત કણ કણ આવશે.

વીજના ચમકાર, વાદળ સાનમાં સમજી ગયાં,
ચાંદની ખળભળ વધી, રાતો વિજોગણ આવશે.

અલક લટનું રાજ છે, કાળી ઘટાઓ શું કરે ?
રેશમી યાદો અમાસી, યાદ વેરણ આવશે.

હે નિશાનેબાજ અર્જુન !  હામ રાખી બેસજે,
માછલીની આંખ જેવું એક ભારણ આવશે.

- દિનેશ દેસાઈ

 

મત્લા અને મક્તાની વચ્ચે એક ગઝલ જ નહિં …..   જિંદગીનું રહસ્ય અને સત્ય સમાયેલું છે.  જિંદગીની અતૃપ્ત ઈચ્છાઓ રુપી ઝાંઝવા, અને આપણે તરસ્યા મૃગલાં.  આપણી પ્યાસ બુઝાવવા શ્રાવણ તો વરસે જો અર્જુનની જેમ હામ રાખી, પ્રતિબિંબ જોઈને લક્ષ્ય સાધી શકીએ. 

 

.


9 Comments to “જિંદગી પણ આવશે : દિનેશ દેસાઈ”

  1. pragnaju says:

    ઝાંઝવાની પ્યાસરૂપે, કોઇ શ્રાવણ આવશે,
    હારવાનું નામ ના લે, જિંદગી પણ આવશે.

    ખૂબ સ રસ મત્લા

    જિંદગી સાથે યુદ્ધ લડતાં લડતાં જ જિંદગી પૂરી થઈ જાય છે અને માણસ હારી જાય છે. સુખનો સરવાળો મોટો કરવાની લ્હાયમાં જિંદગીની બાદબાકી ક્યારે થઈ ગઈ એ માણસને ક્યારેય સમજાતું નથી. સુખ તો એક અવો પદાર્થ છે જેનું ઉત્પાદન રોજેરોજ કરવાનું છે અને રોજ તેન વાપરવાનું અને માણવાનું હોય છે. માણસ સુખને ભેગું કરવા મથતો રહે છે, થોડુંક ભેગું થઈ જાય પછી આરામથી સુખને માણીશ એવું વિચારતો રહે છે પણ સુખ માણવાનો સમય જ મળતો નથી. જિંદગીને એટલી બધી પણ ભરી ન દો કે તેમાં સુખ માટે જગ્યા જ ન રહે. તમને ગમે તેવું કંઈક કરવા જિંદગીને થોડીક ખાલી પણ રાખો. સુખ માત્ર મંઝિલે જ નથી હોતું, માર્ગમાં પણ હોય છે.

  2. Manav says:

    mrugjal ni kalpna gami..

  3. Kirtikant Purohit says:

    સરસ કાફિયા નિભાવતી ગઝલ.

  4. sudhir patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  5. ગઝલમાં ઘણું ઉંડાણ છે,વજન છે અને શબ્દ પ્રયોગો અંતરમાં ઉતરી જાય તેવા છે.

  6. kishoremodi says:

    સુંદર ગઝલ

  7. paresh says:

    ખુબ સરસ

    વાહ
    વાહ …

  8. સુંદર મજાની રચના.

  9. વજેસિંહ પારગી says:

    વીજળીના ચમકાર ને વાદળ હોય પછી ચાંદની ક્યાંથી આવે? ઉલા મિસરા ને સાની મિસરામાં ન સાંધો ન રેણ જેવું છે.સાવ ઉટપટાંગ શેર. મને તો ભઈ, ખાસ કશું ગમ્યું નહીં.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME