ગઝલ કહું : ડૉ. કિશોર મોદી
એકાંત મઘમઘે ગુલાબી ને ગઝલ કહું,
ભાષા હો મૌનની સુગંધી ને ગઝલ કહું.
યુગયુગથી શોધ એ જ ચાલી રહી છે દોસ્તો,
એક જણની લઉં કથા અજાણી ને ગઝલ કહું.
ખુદના વિશે વિશેષ શું માહિતી આપું હું ?
બસ જ્ઞાનની સમજ છે થોડી ને ગઝલ કહું.
સાંજુકી વેળને સજાવી નીકળી પડું,
પળ ખુશમિજાજી એકધારી ને ગઝલ કહું.
ઘૂંઘટ સમી અલગ પ્રતીક્ષા સાંપડે કિશોર,
હો ભાત પાલવે અધીરી ને ગઝલ કહું.
- ડૉ. કિશોર મોદી
પંચમભાઈ ગઝલ બનતી નથી એમ કહી, ગઝલ કેવી રીતે બને તે બખૂબી સાનમાં સમજાવ્યું. તો કિશોર અંકલ સાંજુકી વેળાએ, ગુલાબી એકાંતમાં કો’ક નવા વિષય પર ગઝલ કહેવાની ચાહના ધરાવે છે.
.

વાહ ..!
સર છે..
યુગયુગથી શોધ એ જ ચાલી રહી છે
દોસ્તો,
એક જણની લઉં કથા અજાણી ને ગઝલ
કહું.
વાહ…
What a wonderful work of art! Simply loved it!I loved the part where Poet is loving the talent he owns of “writing poem” then the search for that someone, whom probably only almighty knows. He seems satisfied with his current condition yet, curious! And probably is reality who isn’t in this dilemma? One always wants what he/she doesn’t have! Terms that I loved in this poems are ” Khuda”, ” Sanjuki”, “Khushmijaji”, ” and ” Adhuri”–> I love the positive and negative connotations used in order to convey the message and display the search! xoxo
કહી દઉં કંઈક તો બની જાય એ ગઝલ.
એ કહેતો નથી હું,બોલી જાય છે ગઝલ.
વાહ ! સરસ ગઝલ.
વાહ, ગઝલ કહું રદીફ સાથે સુંદર ગઝલ કહી!
સુધીર પટેલ.
સુંદર રચના…
સુંદર ગઝલ
ઘૂંઘટ સમી અલગ પ્રતીક્ષા સાંપડે કિશોર,
હો ભાત પાલવે અધીરી ને ગઝલ કહું.
ખૂબ સરસ
અહીં પાલવનો અર્થ સમજવો અઘરો છે.
તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ નહિ
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે
બધા સાથે ભાઈ આપણુ પણ સમતિ દાન્……..!!!
સુંદર ગઝલ.