ગુજરાતમાં : મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

 

શું છે ? પૂછો, શું નથી બોલો, નયા ગુજરાતમાં.
ઉત્કર્ષનો ઉદ્યાન ખીલ્યો પૂર્ણતયા ગુજરાતમાં.

સાવજ-ડણક, ગરવાનું ગુંજન, મસ્ત મેળા, ઉત્સવો,
છે શક્તિ, ભક્તિ, રંગ-રોનક, પ્રેમ, દયા ગુજરાતમાં.

ઘનશ્યામ, ગાંધી, આ વલ્લભ, નર્મદ, અખો, નરસિંહ સૌ,
નરપુંગવો અવતારધારી થઈ ગયા ગુજરાતમાં.

અદ્‍ભૂત આકર્ષણ રહ્યું છે ગુર્જરી માભોમમાં,
છોડી ગયા, એ પણ પછી પાછા વળ્યા ગુજરાતમાં.

સામર્થ્ય, સાહસ, શૌર્ય, સાક્ષરતાનો શુભ સંગમ અહીં,
તલવાર પણ ખેંચાઈ, ઢોલિયાયે ઢળ્યા ગુજરાતમાં.

શૃંગો, સરિતા, શિલ્પ-સ્થાપત્યો, ઘટા, વન, રણ, ઝરણાં !
લ્યો, એ વચ્ચે નવયુગનાં ડંકા સાંભળ્યા ગુજરાતમાં.

હર ‘ખ્વાબ’ને સાકાર કરતી ચેતના પ્રગટી હવે,
સંશય ટળ્યા, આશય ફળ્યા, રંગો ભળ્યા ગુજરાતમાં.

- મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

 

નયા ગુજરાતની કલ્પના આ ગઝલમાં વ્યકત કરવામાં આવી છે અને તે કલ્પનાને આજે પચાસ વર્ષે પૂર્ણતયા સાકાર થતી આપણે જોઇ શકીએ છીએ. 

 

.


5 Comments to “ગુજરાતમાં : મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’”

  1. Deepak Shah says:

    No words to express, such a wonderfully written……non Gujarati would love to move to Gujarat………..

  2. sudhir patel says:

    ‘ખ્વાબ’ની સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  3. Shirish dave says:

    ધન્ય છે શ્રી મોદીને કે જેમણે ગુજરાતીઓને ગુજરાત માટે ગર્વ લઇ શકે તેવું ગુજરાતને કર્યું.

  4. dilip ghaswala says:

    વાહ વાહ..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME