આમાર એ જન્મદિન : રવીન્દ્રનાથ ટાગોર
આમાર એ જન્મદિન – માઝે આમિ હારા
આમિ ચાહિ બન્ધુજન યારા
તાહાદેર હાતેર પરસે
મર્ત્યેર અન્તિમ પ્રીતિરસે
નિયે યાબ જીવનેર ચરમ પ્રસાદ,
નિયે યાબ માનુષેર શેષ આશીર્વાદ.
શૂન્ય ઝુલિ આજિકે આમાર ;
દિયેછિ ઉજાડ કરિ
યાહા કિછુ આછિલ દિબાર,
પ્રતિદાને યદિ કિછુ પાઇ -
કિછુ સ્નેહ, કિછુ ક્ષમા -
તબે તાહા સન્ગે નિયે થાઇ
પારેર ખેયાય યાબો યબે
ભાષાહીન શેષેર ઉત્સવે.
- રવીન્દ્રનાથ ટાગોર
( ૬.૫.૧૯૪૧ )
I’m lost in the middle of my birthday.
I want my friends,
their touch,
with the earth’s last love.
I will take life’s final offering,
I will take the human’s last blessing.
Today my sack is empty.
I have given completely
whatever I had to give.
In return if I recieve anything -
some love, some forgiveness-
then I will take it with me
when I step on the boat that crosses
to the festival of the wordless end.
- Rabindra Nath Tagore
મારા આ જન્મદિનમાં હું ખોવાઇ ગયો છું : ( ગદ્યાનુવાદ)
મારા આ જન્મદિનમાં હું ખોવાઇ ગયો છું. હું ઇચ્છું છું કે, જેઓ બન્ધુજન છે તેમનાં હાથનાં સ્પર્શથી મર્ત્યલોકના અંતિમ પ્રીતિરસે જીવનનો ચરમ પ્રસાદ લઇને જાઉં, માનવનો અંતિમ આશીર્વાદ લેતો જાઉં. આજે મારી ઝોળી ખાલી છે. જે કંઇ આપવા જેવું હતું તે નિ:શેષ આપી દીધું છે. પ્રતિદાનમાં જો કાંઇ પામું – થોડોક સ્નેહ, થોડીક ક્ષમા- તો તેને ભાષાહીન છેવટનાં ઉત્સવ વખતે પેલે પારની નાવમાં જઈશ ત્યારે સાથે લેતો જાઉં.
- ઉમાશંકર જોશી
સૌ પ્રથમ નૉબલ પારિતોષિક વિજેતા ભારતીય રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિએ તેમની એક રચના જેનો અનુવાદ ઉમાશંકર જોશી એ કરેલો છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ વિદેશ ગયેલાં અને તેમનાં વિદેશી મિત્રોને રવીન્દ્રનાથનાં બંગાળી કાવ્યોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી તેમને સંભળાવતા. ત્યાર બાદ, રવીન્દ્રનાથ ટાગોરે પોતે જ પોતાનાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. જે ચિત્રકાર William Rothenstein ( રવીન્દ્રનાથ પોતે પણ સારા ચિત્રકાર હતાં – તેમનાં થોડાંક ચિત્રો ) દ્વારા આંગ્લ કવિ W.B.Yeats પાસે પહોંચે છે. અને તેઓ કહે છે, `I read Rabindranath every day, to read one line of his is to forget all the troubles of the world.’ ….. ” A tradition, where poetry and religion are the same thing, has passed through the centuries, gathering from learned and unlearned metaphor and emotion, and carried back again to the multitude the thought of the scholar and of the noble.”
માત્ર નૉબલ પારિતોષિક મેળવીને જ નહીં, તેમણે આપણી સંસ્કૃતિ, ધર્મનું વિશ્વનાં વિશાળ ફલકમાં એવી રીતે પ્રતિનિધિત્વ કર્યું કે આપણાં દેશનું નામ સાચા અર્થમાં રોશન કર્યું. તેમનાં જન્મદિને, જિંદગીનાં અંતિમ ઉત્સવ બાદ પે…લે પાર , ‘થોડોક સ્નેહ’ આપણાં સૌ વતી … !
.
the attachments to this post:





ઋષિ કવિને તેમની જન્મ જયંતિએ શતશત વંદન. ઉમાશંકર જોશીનું સુંદર અનુ-સર્જન ! મેઘાણીએ ટાગોરની રચનાઓનાં કરેલા અનુ-સર્જનો પણ અદભુત છે. ધન્યવાદ.
સુન્દર રચના અને અનુવાદ ..!! આવેી સુન્દર પોસ્ટ મુકવા બદલ અભિનન્દન પિન્કેી બેન ..!
ખૂબ સ રસ
રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિએ શતશત વંદન
এই দীনতা ক্ষমা করো,প্রভু,
পিছন-পানে তাকাই যদি কভু।
দিনের তাপে রৌদ্রজ্বালায় শুকায় মালা পূজার থালায়,
সেই ম্লানতা ক্ষমা করো, ক্ষমা করো প্রভু।।
૧૯૯૫માં શાંતિનિકેતનની મુલાકાત યાદ આવી ગઈ જ્યાં કવિના હાથે લખાયેલાં કાવ્યો વાંચ્યાં હતાં અને કાવ્યો વાચ્ચે દોરેલાં ચિત્રો પણ જોયાં હતાં.કવિ, કાવ્યો અને ચિત્રો ત્રણેવને લઈને હું પાછો ફર્યો હતો/છું,સંસ્મૃતિ કેટલાંય ગિગાબાઈટ વાળું
હાર્ડ ડ્રાઈવ છે તે આ ભૂતકાળ ઉખેડતા સમજાય છે,કાવ્યમાં બે શબ્દ વચ્ચેનાં વળાંકો અને રિક્ત જગ્યાઓ એક કળામાં ગોઠવાયેલી અન્ય કળા છે તે ટાગોરે મને(અને વિશ્વને)પહેલીવાર દેખાડ્યું છે-આ કળા જ માણસને કર્તા બનાવે છે.
૧૫૦મી જન્મ-જયંતિ પર ઋષિ કવિશ્રી રવીન્દ્રનાથ ટાગોરને હાર્દિક શ્રધ્ધાંજલી!
સુંદર કાવ્ય અને સરસ અનુવાદ.
સુધીર પટેલ.