વહાલ વાવી જોઈએ : ગૌરાંગ ઠાકર

( વહાલ વાવી જોઇએ : મુખપૃષ્ઠ )
ચાલને, માણસમાં થોડું વહાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.
કાંખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.
- ગૌરાંગ ઠાકર
માણસ લગનો રસ્તો બનાવતાં કવિને જાણે કે રસ્તો મળી ગયો છે માણસનો. અને, હવે કાંખઘોડીની મદદ વિના, ખભે હાથ મૂકી સંબંધનો વિસ્તાર કરવો છે અને તેથી જ માણસમાં થોડું વહાલ વાવવાની કોશિશ કરે છે, જેથી આ ઘરડાંઘરો ખાલી થઇ શકે. શક્ય છે, ભવિષ્યમાં ઘરડાંઘરમાં પણ નામ રજીસ્ટર્ડ કરાવી રાખવું પડે અને તો પણ waitingમાં નંબર આવે ?!!
આજે માતૃત્વનો અવસર ઉજવાય છે અને ગૌરાંગ ઠાકર જેમણે નાનપણમાં જ માતાની છાયા ગુમાવેલી તેઓને માતૃઋણ અદા કરવાની આ સોનેરી તક સાંપડી છે. આજે તેમનાં દ્વિતીય ગઝલ સંગ્રહનું વિમોચન છે, જે તેમની માતાનાં આશીર્વાદ જ છે. આ રૂડા અવસરે, વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી અઢળક શુભેચ્છાઓ.
.

સુંદર રચના..ધન્યવાદ
ગૌરાંગભાઈને ખૂબ ખૂબ અભિન્ંદન્..
કવિએ ગઝલમાં વ્યક્ત કરેલી શ્રદ્ધા સદા સર્વદા ફળે એજ શુભેચ્છાઓ સહ અભિનંદન.
સુચારુ ભાવથી ભરી ભરી ગઝલ.
ગૌરાંગભાઈને બીજા પુસ્તકના લોકાર્પણ નિમિત્તે અભિનંદન.
Heart touching lines.
Words from the depth of the heart.
ખુબ ખુબ શુભેચ્છાઓ.
સુંદર ગઝલના કવિશ્રી ગૌરાંગ ઠાકરને એમના દ્વિતીય ગઝલ-સંગ્રહના પ્રકાશન અવસર પર હાર્દિક શુભકામનાઓ!
સુધીર પટેલ.
અભિનંદન, ગૌરાંગભાઈ!
મને લાગે છે કે થોડા સમયમાં ઇ-મોચન વિમોચનને આંટી જશે…
તમામ મિત્રોનો આભાર અને વેબ મહેફિલના સચાલિકા પિન્કીબેનનો આભાર…
દ્વિતીય ગઝલ સંગ્રહના વિમોચન પ્રસંગે ગૌરાંગભાઈને ખુબ ખુબ શુભકામનાઓ.
સુંદર ગઝલ
આ રચના એમના જ મુખે એક મુશાયરામાં રાજકોટ સાંભળેલી એવું યાદ આવે છે…
ત્યારેય ખુબ ગમેલી અને અત્યારે પણ્…
પુસ્તક વિમોચન પ્રસઁગને રાજકોટ રચના પરિવારના મુખ્ય સઁયોજક બાળ સાહિત્યકાર શ્રી મધુકાઁત જોષી તથા જિગર જોષી અને સમગ્ર સાહિત્ય પરિવાર વતિ અઢળક શુભેચ્છાઓ