જાય છે : અનિલ ચાવડા
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.
- અનિલ ચાવડા
મત્લાનો શેર જ કવિની કલમનો પરચો આપી દે છે… જિંદગીમાં ક્યારેક એક એવું મોજું નિરાશાનું કે અંધકારનું આવતું હોય છે, કે સપનામાં આવેલું વ્હાણ પણ ડૂબી જાય. તો આગળ કહે છે, કોઇનાં જીવનમાં તો સવાર પડતી જ નથી બસ ખાલી રાતનો ‘કલર’ બદલાય છે. જોકે, જિંદગીમાં આ બધું - વીત્યા પછી જ સમજાતું હોય છે. કવિમિત્ર અનિલ ચાવડાનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.

માત્ર હું દીવાસળી બોલું અને,
ચોતરફથી આગ લાગી જાય છે.
વાહ શું વાત છે?? સુંદર
ખૂબ સુંદર તાજગી સભર ગઝલના કવિ અનિલ ચાવડાને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
સુધીર પટેલ.
સુંદર ગઝલ, મત્લા વિશેષ ગમ્યો. અનિલભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ.
સરસ ગઝલ ને અનિલને જન્મદિવસની શુભકામના…..
શ્રી અનિલભાઈ ચાવડાને વર્ષગાંઠ પર હાર્દિક શુભેચ્છાઓ !
સરસ. કવિને જન્મદિનની વધાઈ.
જન્મદિન અને સુંદર મર્માળી ગઝલ બદલ – એમ બન્ને રીતે અભિનંદન કવિશ્રી,અનિલ ચાવડાને.
સાદ્યંત સુંદર ગઝલ… ખૂબ જ ચિરપરિચિત લાગી…
અનિલને વર્ષગાંઠની શુભેચ્છા…
આ કવિ એક નોખો યુગ લઈને જન્મ્યો છે…
હું જ્યારે પણ અનિલ મળુ છું આ વાત ચોક્કસ કરું છું કે “તારા નામથી આ યુગ ઓળખાવાનો છે”
સાવ અલાયદી અભિવ્યક્તિનો જાદૂઇ કવિ છે અનિલ…
જિગરની વાતમાં મરો સૂર પુરાવુ છું… અનિલ માત્ર કવિ તરીકે જ નહીં, માણસ તરીકે પણ એટલો જ વ્હાલો લાગે…. અનિલ, જિગર, અલ્પેશ, અશોક… આ બધાની કવિતાએ મારા જેવાનો ધક્કો વસૂલ કરાવ્યો છે…
મઝાની ગઝલ…
વિચાર અને અનુભવનો સમન્વય અદભુત!
બહુ ઊંડી ડૂબકી કેવાય
સરસ્ ગઝલ,aabhar anilbhai,gujarati gazalma aapanu karya khub kirti pamo… aj shubhechchhaao sah
bhopalthi suresh makwanani yad