સંબંધ : અલ્પેશ પાઠક ‘પાગલ’ ( Trans : Himanshu Patel )
સંબંધ
એક ગણિત છે
અને ગણિતમાં હું કાચો છું,
પહેલેથી જ !
* * * * *
ભવિષ્યમાં
કદાચ સંબંધ
નામની વસ્તુ
મ્યુઝિયમમાં
સચવાતી હશે !
* * * * *
સંબંધ છળ નથી
પણ સત્ય છે
મૃગજળ જેવું.
- અલ્પેશ પાઠક ‘પાગલ’
The Relationship
The relationship
Is a Mathematics
And from the begining
I am weak at it !
* * * * *
In the future
Perhaps
The relationship
Will be preserved
As a thing
In a museum !
* * * * *
The relationship
Is not a deception,
It is a truth
Like a mirage !
Translator : Himanshu Patel
આ જમાનામાં સંબંધનો બંધ કેવો ખોખલો થઇ ગયો છે તેનું તાદ્રશ્ય નિરુપણ કરતી રચના. બસ, એટલું જ સત્ય કે સંબંધ મૃગજળ છે ! હિમાંશુભાઇએ આ પ્રતિક કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કર્યો છે તે પણ રસપ્રદ છે.
.

અલ્પેશ ‘પાગલ’ આપણી ભાષાનું એક સમૃધ્ધ નામ છે… એમની કલમ એ આપણું ગૌરવ છે… તે જેટલી સજ્જતાથી ગઝલ લખે છે એટલી જ સરળતાથી ગીતો અને એટલી જ સમજદારીથી મોનો-ઇમેજ… અહીં એમણે ‘સંબંધ’ ને નવા સૂરોથી આલાપ્યો છે… એમના માટે ‘વાહ’ ખૂબ ઓછું પડશે… અનુવાદ મને વ્યક્તિગત રીતે ખૂંચ્યો છે.. એક તો આ ‘a relationship’ની વાત છે, ‘the relationship’ નહીં… બીજું અનુવાદ ભાવનો હોવો જોઇએ, શબ્દનો નહીં….
સુંદર કાવ્યત્રયી! અનુવાદ પણ રસપ્રદ…
‘સંબંધ’ પર ખૂબ ચોટદાર ત્રણ મોનો-ઈમેજ અને હિમાંશુભાઈ દ્વારા એનો સુંદર અંગ્રેજી અનુવાદ!
સુધીર પટેલ.
પિન્કિબેન મોનો ઈમેજ અનુવાદ અંકમાંથી(૭૬) આ કાવ્ય મૂકવા બદલ આભાર અને
સાથે સાથે પાઠકનો પણ આભાર અવકાશ મળ્યે અન્ય કવિઓને પણ ન્યાય આપશો
તે અપેક્ષા.
Hello sir
i am hemant panchal
sir hu pan sambandh par ek pustk lakhi rahyo chhu to plz mane tena mate aapnu margdarshan joiae chhe to mane margdarshan aapva namra vinanti chhe.