કોને ? : મનોજ ખંડેરિયા
લખવું છે નામ રેત પર કોને ?
છે વફાદાર જળલહેર કોને ?
કોણ કોને છળે, ખબર કોને ?
રહગુજર કોને, રાહબર કોને ?
કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે, નિત નજર કોને ?
મ્હેકતી આંખ, મ્હેકતા દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને ?
હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને ?
મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને ?
જાણું છું શ્વાસની દગાબાજી,
છે ભરોસો હવા ઉપર કોને ?
સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને ?
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને ?
- મનોજ ખંડેરિયા
ગુજરાતી સાહિત્યને અમર ગઝલો આપનાર કવિ જાણે છે, સમયની રેતશીશીમાંથી સરકી જતી રેતીની જેમ આપણે અને આપણું નામ પણ સરકી જશે. અને આથી જ તેઓ કહે છે, બે ઘડી ગઝલ ગમે તો બસ… ! પણ આ જ સાદગી અને સચ્ચાઇ ‘માણસ’ને અમર બનાવી દે છે.
.
the attachments to this post:


ખુબ સરસ ગઝલ.
મને હમેશા મનોજભૈ નિ કવિતા પસન્દ પદિ ચ્હે. આ ગઝલ વાન્ચ્તા ફિલ્મ કભિ કભિ નિ પન્ક્તિ યાદ આવિ ગયિ…. મેઇન પલ દો પલ કઅ શાય્રર્ હુન્ પલ દો પલ મેરિ કહાનિ હૈન્… રસ તર્બોદ થૈ ગયો….
અદભુત ગઝલ…
ઘણા સમયે ફરી એકવાર લટાર મારી અને સરસ ગઝલ વાંચવા મળી ગઈ…
અમર શાયરની અમર ગઝલ!
સુધીર પટેલ.
સુંદર ગઝલ.
વાહ પિન્કીબેન…
મનોજભાઈની સુંદર ગઝલ લઈ આવ્યા આજે
-ગમ્યું.
જાણું છું શ્વાસની દગાબાજી,
છે ભરોસો હવા ઉપર કોને ?
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને ?
- મનોજ ખંડેરિયાની મને ગમતી ગઝલોમાંની એક.
મારી ગમતી ગઝલ.
આ ગમા અણગમામાંથી ઉદભવેલી સંદિગ્ધતા જ આપણા પ્રશ્નો છે જે “કોને” શબ્દથી
અહી વૈવિધ્યપૂર્ણ રજુ થયો છે.પસંદગી ગમી.
સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કબર કદી કોને ?
મારો અભાવ મોરની જેમ ટહૂકશે,ઘેરાશે વાદળો ને હું સાંભરી જઇશ -મનોજ ખંડેરિયા દંત કથાના પાત્ર બની ગયા છે પણ અવાર નવાર યાદ આવતા રહેશે.
સુનદર ગઝલ્