હોય છે : ચીનુ મોદી

 

ડર મને મારો જ થોડો હોય છે -
કાચમાં ચહેરાને જોવો હોય છે.

કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણાં ક્ષણક્ષણનાં દોષો હોય છે.

શ્વાસની હલચલ તો હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?

ઊંઘ આવે તો તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે ?

પી જઉં પયગંબરોના પાપને,
શબ્દનાં તો લાખ રોગો હોય છે.

હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી
મોતનો પણ એક મોભો હોય છે.

- ચીનુ મોદી

 

જીવનમાં નૈતિક મૂલ્યોનું અવમૂલ્યન થઇ રહ્યું છે, ત્યારે સરળતા અને સહજતા જેમની કલમને વરેલી છે તે ચીનુકાકા આ વાત પણ એટલી જ સહજતાપૂર્વક કરે છે.   જો ખુદની નજરમાંથી ઊતરી જશો તો અન્યની સાથે આંખ જ કેવી રીતે મેળવી શકશો ?!   અન્યનાં દોષને અવગણવું અઘરું હોય છે, પણ જો આપણે આપણાં દોષ નિહાળી શકીશું તો અન્યને પણ માફ કરી શકીશું.  

 

.


4 Comments to “હોય છે : ચીનુ મોદી”

  1. રાકેશ ઠક્કર, વાપી says:

    વાહ ક્યા બાત હૈ…

  2. ખૂબ જાણીતી છતાં અદભુત ગઝલ… એકેય શેર ઓછો આંકી શકાય એવો નથી… બધા જ શેર સંઘેડાઉતાર થયા છે…

  3. mukesh oza says:

    બસ ચિનુ ભઅ ઇ નઇ વઅ વા હ હોઇ ચે (બસ ચિનુભાઇની વાહ હોય છે)

    Pinki : to type in gujarati just write – chinubhaini vaah hoya chhe.

  4. sudhir patel says:

    ખૂબ સુન્દર ગઝલ!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME