આપણને નહીં ફાવે : ખલીલ ધનતેજવી

 

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

- ખલીલ ધનતેજવી

 

વાચક મિત્ર મેહુલભાઈ દવેની ફરમાઇશ પર, આજે ખલીલ સા’બની એક જાણીતી અને માનીતી ગઝલ માણીશું.     આપણને નહીં ફાવે -  એ રદીફ જ એટલી પોતીકી લાગે કે,  આખી ગઝલ આપણાં મનની જ વાત હોય એવું જ લાગે.  આપણે સૌ સંજોગો અને સમયને આધીન, બધુંય ફાવશે એમ કહી મન મનાવી લઇએ પણ જો આવું ચોખ્ખે- ચોખ્ખું કહી શકાતું હોય કે – આ બધું આપણને નહીં ફાવે – તો તો  કેવું સારું ?!! 

 

.


8 Comments to “આપણને નહીં ફાવે : ખલીલ ધનતેજવી”

  1. Dr. Dinesh O. Shah says:

    Hello Pinki,

    I really enjoyed this gazal sort of very different from usual. My congratulations to Shri Khalil Dhantejavi. Please let me know his email address if you have it and I certainly would like to meet writers like him while I am in Nadiad,India for six months each year. Thank you for bringing this nice and original gazal to your readers.

    Dinesh O. Shah, Gainesville, Florida, USA

  2. ekta says:

    ખરેખર સરસ…..

  3. shirish dave says:

    અતિ સુંદર.
    “અમે હેલીના માણસ, માવઠું નહીં ફાવે.”

  4. sudhir patel says:

    બોલચાલની ભાષાના રદીફ સાથેની મસ્ત ગઝલ!
    સુધીર પટેલ.

  5. ખલીલસાહેબની ગઝલબયાની એમની ખાસિયત રહી છે.મૂળ પરંપરાના આ શાયર સાવ સરળ અને સહજ અભિવ્યક્તિ વડે પણ ચોટ ઉપસાવી શકે એવા ગઝલયતના ધની અને ધારદાર રજુઆતના બેતાજ બાદશાહ છે.એમની ગઝલ એમની જ પાસેથી સાંભળવાની એકથી વધારે વખત તક સાંપડી છે.
    મળવા અને માણવા જેવા સહજ વ્યક્તિત્વ વડે જ્યાં જાય ત્યાં એક ચુંબકીય આભા ઊભી કરી શકે છે આ શાયર.
    પિન્કીબેન,
    લગાગાગા ના ૪ આવર્તનો લઈ લખાયેલી આ ગઝલના
    પ્રથમ શેરમાં ઝાપટું અને માવઠું કાફિયા આમ તો આખી ગઝલમાં અનુસરાયા છે પણ બીજા શેરમાં ખાબોચિયા પ્રયોજવાનું – સમજી શકાયું નહીં !
    કદાચ અહીં મારી સમજણ ટૂંકી પડી….!!!

    Pinki : It must be only my mistake. One of my readers wants deadly this gazal and I’ve only 4 shers (which I heard in mushayara) as I told on layastaro, too when Dhavalbhai put it. I just confirmed about 4 shers and put after 8-10 days, after taking permission of Khalil saab. But still I did mistake. Anyways, thanks for drawing attention. :)

  6. વિહંગ વ્યાસ says:

    સુંદર ગઝલ.

  7. Shayari says:

    well, Thanks for posting! I really loved the report. I’ve already bookmarked this article.

  8. Harshil says:

    superb Gazal…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME