એક અધૂરી ગઝલ : હરદ્વાર ગોસ્વામી

 

યુગોથી લખાતી અધૂરી ગઝલ છે,
ક્ષણોમાં છપાતી અધૂરી ગઝલ છે.

તું આવીને પૂરી કરી જા હવે તો,
રગેરગ રચાતી અધૂરી ગઝલ છે.

કલમ મોં વકાસીને તાકી રહી છે,
શબદમાં સમાતી અધૂરી ગઝલ છે.

- હરદ્વાર ગોસ્વામી

 

સદીઓથી ગઝલ હૃદયની સંવેદનાને શબ્દોમાં ઝીલવાનો પ્રયત્ન કરી, કાગળ પર ઊતરે છે. અને  હવે તો ક્ષણોમાં છપાઇ પણ જાય છે !   જ્યારે કવિ ખુદ કલમ હેઠે મૂકીને કહે છે,  શબદમાં સમાતી અધૂરી ગઝલ છે.  ત્યારે સ્વાભાવિક એક પ્રશ્ન મનમાં ઊઠે છે કે,  શું લાગણીઓની અભિવ્યક્તિ શબ્દશઃ થઈ શકે ખરી ?!   હરદ્વાર ગોસ્વામી આ ગઝલને અહીં જ અધૂરી મૂકે છે … કદાચ તેમને આ પ્રશ્નનાં ઉત્તરની જાણ છે !!

 

.


5 Comments to “એક અધૂરી ગઝલ : હરદ્વાર ગોસ્વામી”

  1. ખરેખર અધૂરી લાગે એમ માત્ર ત્રણ શેરમાં જ પૂરી થઈ ગઈ ગઝલ.
    હરદ્વારભાઈની કલમે સર્જાતી કોઈપણ ગઝલ પૂર્ણ અને આસ્વાદ્ય રહી છે,પછી એ અધૂરી ક્યાંથી રહી શકે…પિન્કીબેન ખરૂં કે નહીં!

  2. pragnaju says:

    ખૂબ સરસ
    યુગોથી લખાતી અધૂરી ગઝલ છે,
    ક્ષણોમાં છપાતી અધૂરી ગઝલ છે.

    તું આવીને પૂરી કરી જા હવે તો,
    રગેરગ રચાતી અધૂરી ગઝલ છે.

    કલમ મોં વકાસીને તાકી રહી છે,
    શબદમાં સમાતી અધૂરી ગઝલ છે.

    આ તઝમીન ઉમેરવાની વાત નથી પણ ત્રણ શેરોમાં
    પણ પૂરી ગઝલ લખી શકાય તે વાત છે!
    યાદ આવી
    બે ધડકતા દિલોની કહાણી બને,
    રંગ ભીની કરુણાની લ્હાણી બને,
    પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
    તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

    દેહના કોડિયે, પ્રાણની વાટને,
    લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
    તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
    દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

  3. પહેલો શેરઃ સદિઓથી લખાતી કવિતા(કે ગઝલ એક સ્વરૂપ) હમેશા અધૂરી જ છે
    તેના વિકાસની ક્ષણમાં હમેશા ફરીફરી ખુલે છે અને નવેસરથી રચાય છે, છતાં અધૂરી જ છે.
    બીજો શેરઃ તુ-જેને ઉદ્દેશ છે તે અને કવિતા પ્રત્યેની તીવ્રતા આ બન્ને ચામડીમાં અનુભવાતા પ્રેમ જેટલા જલદ છે માટે ગળગળો કવિ બોલાવે છે તૃપ્તિ અનુભવવા.
    ત્રીજો શેરઃ સાધન કરતા સાધ્ય મહત્વનું છે છ્તાં ભાષા કે માધ્યમ કવિતા કે કાવ્યાનુભવ–જેમાં પ્રેમ છે તે માટેની લાલસા!!!-હમેશા ફરીથી અધૂરી જ રહે છે.સ્થિતિ પૂર્ણાદ પૂર્ણમ ઉચ્યતે…વાળા શ્લોક જેવી યથાવત રહે છે…

  4. sudhir patel says:

    અધૂરી ગઝલના ત્રણ શે’ર પણ કમાલ છે!
    ગઝલનો ત્રીજો શે’ર ગઝલને શબદમાં સમાવી પૂર્ણતા બક્ષે છે!
    સુધીર પટેલ.

  5. સુંદર ગઝલ…

    અધૂરી ગઝલ વાંચીને એક શેર યાદ આવ્યો:

    વસ્લની વચ્ચે સ્ફૂરેલો શબ્દ છું,

    છે અધૂરાં એથી કાવ્યો…(શું કરું?)

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME