જિંદગી અને મરણ : જયંત પાઠક

 

kabar _ phul

 

મને જિંદગી અને મરણની ખબર છે :

કબર પર ફૂલો અને ફૂલો પર કબર છે.

- જયંત પાઠક

 

 પ્રયોગશાળામાં જિંદગીનો જન્મ થઈ ગયો, પણ  જિંદગી અને મરણની વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક વ્યાખ્યા એક  ‘ સામાન્ય માણસ’ને   પૂર્ણપણે,સરળતાથી ગળે ઊતરે એવી નથી હોતી કારણ તેની સામાજીક વ્યાખ્યા અલગ હોય છે.  જિંદગી કવિનાં શબ્દોમાં કે ચિત્રકારનાં રંગોમાં કે  કેમેરામેનની છબીમાં એવી ધૂંધળી જ ગોચર થતી હોય છે અને ત્યારે આ કાવ્યાત્મક પંક્તિ – જિંદગી અને મરણની ખબર હોવાનો દાવો રસપ્રદ બની રહે છે.  

દુન્યવી સંતુલન સાધી ન શકતાં એક  ‘માણસ’ ને દુનિયા સતત ઠેબે ચડાવે છે તો તેનાં મરણ બાદ, તેની કબર પર ફૂલો મૂકવાનું સૌજન્ય પણ દાખવે છે.   એક ફૂલ જેવું કોમળ હૃદય ધબકતું હતું ત્યારે તેની અવગણના કરી અને તે જ્યારે સંવેદનાહીન થઇ ગયું ત્યારે આ પુષ્પો ? - શું પુષ્પોની  કોમળતા  હવે તેને સ્પર્શી શકશે ખરી ?  કદાચ લાશ જો બોલી શકે તો એમ જ કહેશે -  મને તો માર્યો પણ આ ફૂલોએ તમારું શું બગાડ્યું’તું ?!  

ફૂલ એ ચેતન, જીવનનું પ્રતિક છે તો કબર જડતા અને મૃત્યુનું.   બે જ રુપકો દ્વારા કવિ જીવનનું અતુલ્ય સંતુલન સાધી,  ક્ષણભંગુરતા અને અનુક્રમ સંસારનો અફર નિયમ છે તે અદ.ભૂત રીતે વર્ણવે છે.   છબીમાં સૂકાયેલો પુષ્પગુચ્છ ,   ‘માણસ’ની કબર પરનો ’પથ્થર’ અને ચોતરફ ખીલેલાં ફૂલો પણ એવું જ કંઇક સૂચવે છે.

 

.


7 Comments to “જિંદગી અને મરણ : જયંત પાઠક”

  1. Ketan Shah says:

    મને તો માર્યો પણ આ ફુલો એ તમારુ શુ બગાડ્યું તું ?

    Nice article.

  2. બે જ પંક્તિઓમાં જિંદગીની ઊંડી ફિલસુફી વ્યક્ત થઈ છે. પિંકીબેન તમે આપેલ સમજૂતિ પણ ગમી ગઈ.

  3. વાહ..સરસ રસદર્શન..

  4. sudhir patel says:

    ચિંતન સભર બે પંક્તિનો એવો જ સુંદર આસ્વાદ!
    સુધીર પટેલ.

  5. બે સ્થિતિ-જીવન અને મરણ, બે વ્યાખ્યા- વૈગ્યાનિક અને આધ્યાત્મિક,બે પદાર્થ-
    માણસ અને પથ્થર,આ દ્વૈતને બે કડિમાં ઘનિભૂત કરી કવિકર્મ પાર પડ્યું અને તે જ રીતે ૧૨ પંક્તિમાં આસ્વાદકર્મ પણ,અભિવ્યક્તિમાં,સાર્થક નિવડ્યું.

  6. પિન્કીબેન,

    આ કડી તમે ક્યાંથી વાંચી?
    મારી યાદદાસ્ત મુજબ આ શેર આ પ્રમાણે છે:

    મને જિંદગી ને મરણની ખબર છે,

    કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.

    Pinki : I’m reading his book “Xanoma jivu chhu” page no. 52 and took from that only, but when I wrote I didn’t check the book.

  7. મરણની બહુ સાદી સમજ કબર પર ફૂલો … પણ જિંદગી એટલે ફૂલો પર કબર .. એ ઘણી અર્થગહન અને નાવિન્યભરી અભિવ્યક્તિ છે. સુંદર …

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME