ખળભળ હશે : સંજય પંડ્યા

 

આંખથી નીતરી ચૂકેલાં જળ હશે,
વેદનાને દ્વાર કૈં ખળભળ હશે.

લ્યો જરી અમથું અડપલું શ્વાસનું,
દૂત યમનાં હાથ બસ આગળ હશે.

રંગ પીળો,  બ્રશ અને ભૂખરી ધરા,
વ્યોમને કેનવાસ દાવાનળ હશે.

ઉજવે વરસો અબોલા આપણાં,
સેજ, મેડી, બારીઓ વિહ્વળ હશે.

નેજવું આ હાથનું આંખો ઉપર,
ને વીતેલો કાળ પણ પોકળ હશે.

લે હૃદયની આગ પણ ટાઢી પડી,
હાથમાં તારા કૂણું ઝાકળ હશે.

- સંજય પંડ્યા

શ્વાસનું એક અમથું અડપલું અને આખીયે જિંદગીનો ખેલ – બાકી યમદૂતનાં હાથ તો આપણી આગળ જ હોય છે.   ઈશ્વરને મન,  આ ભૂખરી ધરા એક કેનવાસ હોય એમ,  પીળો રંગ લઇ બધેય દાવાનળ જ ચીતર્યા કરે અને આપણે  આંખો પર નેજવું કરી,   ‘આપણા’  સમયની  વાટ જોયાં કરીએ.  બસ, આંખમાંથી ચોધાર અશ્રુધારાઓ વહી ગયાં પછી,  જળ ખૂટી ગયાં હોય એટલું જ પણ વેદનાનો ભાર ઓછો થયો હોતો નથી.   કોઇનો લાગણીભીનો  હાથ  જ હૃદયની આ આગને ઠંડી કરી શકે અને જેની રાહ જોતાં સેજ, મેડી અને બારીઓ પણ વિહ્‍વળ થઈ ઊઠી હોય એ હાથ તેનો જ હોય તો ?!!  

 

 

.


7 Comments to “ખળભળ હશે : સંજય પંડ્યા”

  1. ‘આપણો’ સમય પણ આવશે

  2. સરસ ભાવવાહી રચના….જેમ જેમ આગળ વધી ઓર નિખરતી ગઈ…
    અભિનંદન સંજયભાઈ.

  3. સરસ હળવી ગઝલ..સાચ્ચા ભાવકને ગમવી જોઈઍ એવી રચના..આભાર.સન્જયભાઈ……સુરેશ મકવાણા
    ભોપાલ

  4. sudhir patel says:

    સરસ ગઝલ!
    સુધીર પટેલ.

  5. sanjay pandya says:

    આભાર મિત્રો … વેબ મહેફિલે આપણને વધુ નજીક લાવી મૂક્યા !!

    Pinki : Dear Sanjaybhai, Warm Welcome to WebMehfiL.. !
    Your presence is our pride and pleasure. :)

  6. સુંદર રચના…
    હૃદય લખવા માટે hR ટાઇપ કરશો…

    Pinki : No.. I’ve to type hRu on my typepad.

  7. WelL said. Excuse me, I have yet to learn art to write gujrati

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME