આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા

 

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

- હિતેન આનંદપરા

 

સમી સાંજે દરિયા કિનારે, પ્રકૃતિનો ખોળો ખૂંદવાને બદલે,  આજનો માણસ પીઠ ફેરવી ગાડીઓ ગણ્યા કરે છે.   લક્ષ્મી ગણીને થાકતો નથી તો લાગણીઓ ગણવાનું શરુ કરી દે છે.  હિતેનભાઇ કહે છે એમ,  આજના માણસમાં  આખો ને આખો શકુનિ ઝરે છે, ખબર નહીં તે ક્યારે ‘ ખરે’  ?!!

 

.


13 Comments to “આ માણસ બરાબર નથી : હિતેન આનંદપરા”

  1. Dhwani Joshi says:

    impressive..!! thnx WM

  2. વિહંગ વ્યાસ says:

    વાહ !

  3. Ketan Shah says:

    વાહ…બહુ જ સરસ અને સચોટ લખ્યુ છે.

  4. Arjun says:

    ખુબ જ સરસ!

  5. મને પણ આવા માણસોનો ભેટો થતો રહે છે ત્યારે મનો મન કહેવાઇ જાય છે “આ માણસ બરાબર નથી”.

  6. sapana says:

    આ સચોટ ગઝલ વાંચીને લાગ્યુ કે તારા જેવું કોઈ બીજાં પણ વિચારે છે !! વાહ હિતેનભાઈ ખૂબ ચીમ્તન કર્યુ ચે માનવ સ્વભાવનું..આ માણસ બરાબર નથી
    સપના

  7. sudhir patel says:

    માણસના સ્વભાવની ગઝલમય રજૂઆત ગમી!
    સુધીર પટેલ.

  8. Vishal says:

    ખુબ સરસ રજુઆત હિતેનભઈ!

  9. હિતેનની સિગ્નેચર ગઝલ… આવી જ ગઝલ ડૉ.દીના પાઠકની પણ છે- આ માણસને ઠાર કરી દો…

  10. Maheshchandra Naik says:

    “માણસ બરાબર નથી” એ ગઝલ શ્રી હિતેનભાઈને સ્વમુખે સાંભળી ત્યારથી જ ફરીથી માણવાની ઈચ્છા હતી આપનો, આભાર અને કવિશ્રીને અભિનદન….

  11. માણવી ગમે એવી ગઝલ.

  12. nilam doshi says:

    સુન્દર ગઝલ…ાને સાચેી વાત

  13. બહુજ ગમતી રચના.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME