આ પ્રથમ વરસાદ છે : ઉર્વીશ વસાવડા

 

varsad 

સૌ પલળવા બહાર આવો, આ પ્રથમ વરસાદ છે,
વૃક્ષને અનહદ વહાલો, આ પ્રથમ વરસાદ છે.

કેમ મહેંકે છે ધરા પહેલા ટીપાના સ્પર્શથી,
પૂછ મા એવા સવાલો, આ પ્રથમ વરસાદ છે.

દેડકો, કોયલ, બપૈયા, સૂર છેડે છે ભીના,
રાજવી એનો રસાલો, આ પ્રથમ વરસાદ છે.

જે અભણ હો એ ય પણ વાંચી શકે એને સહજ,
નેહ નીતરતી ટપાલો, આ પ્રથમ વરસાદ છે.

આભથી ટપકેલ અમૃત તરબતર કરશે બધું,
તું ભરી પી લે પિયાલો, આ પ્રથમ વરસાદ છે.
 

- ઉર્વીશ વસાવડા

 

આંખોમાં બેઠેલાં ચાતક, તરસી નજરે, ચોમાસુંને આસપાસ ક્યાંક શોધે તે પહેલાં જ , તપ્ત ધરાને તૃપ્ત કરવા મન મૂકીને મેઘ આજે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસ્યો.    ચાળીસ વર્ષોની રેકોર્ડ-બ્રેક ગરમી પછી,  વરસાદે આજે ‘સરપ્રાઇઝ’  આપીને  સાચે જ તરબતર કરી દીધાં.   જો કે, કોયલનાં ટહુકાઓ, ઘેરાયેલા વાદળો કશુંક તો મનગમતું થવાની આશા રાખતું જ હતું !  માળિયામાં પડેલ રેઇનકોટ, છત્રીને બહાર કાઢવાનું જ યાદ આવ્યું ?  પણ એ પહેલાં, પ્રથમ વરસાદની ભીની માટીની મીઠી સુગંધ માણવાનું  આપ સૌને એક ભીનું ભીનું ઇજન…..  સૌ પલળવા બહાર આવો, આ પ્રથમ વરસાદ છે.

 

.


the attachments to this post:

varsad
varsad


9 Comments to “આ પ્રથમ વરસાદ છે : ઉર્વીશ વસાવડા”

  1. Maheshchandra Naik says:

    વરસાદી ભીંજાસ અત્રે કેનેડામા માણી રહ્યા હોય એવૂ સરસ કાવ્ય, આભાર અને કવિશ્રીને અભિનદન……

  2. shirish dave says:

    ઉડી થોડી ડમરીઓ ધૂળની,
    ઢાંક્યું આકાશ વાદળે,
    થઈ છે થોડી જરુર ઠંડક
    વર્ષારાણી તો દૂર છે.

    તારીખ ૦૨-૦૬-૨૦૧૦ સમય ૪=૩૨ પીએમ

  3. ખરેખર.. તરબતર થઈ જવાયું.

  4. Manav says:

    આજે જ દાર્જીલીંગથી પરત આવ્યો છું. અને ડીસામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉપરથી આ ગઝલ મઝા પડી ગઈ

  5. સુંદર ભીની ભીની ગઝલ…

    પહેલા વરસાદની સૌને શુભકામનાઓ..

  6. વિહંગ વ્યાસ says:

    સહુને મોસમનો પહેલો વરસાદ મુબારક. સુંદર ગઝલ.

  7. વાહ સરસ પહેલા વરસાદમા ભીના થવાનુ ગમ્યુ.

  8. સરસ ગઝલ.

  9. pragnaju says:

    મઝાની ગઝલ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME