શબ્દો જ માળા : સંદીપ ભાટિયા
શબ્દો જ મંતર, શબ્દો જ માળા,
ભગવા ધરી કાફિયા થ્યા રુપાળા.
તને પત્રમાં મોકલું રોજ વર્ષા,
ભલે રોજનીશીને પાને ઉનાળા.
ફરસ પર જડી, આભનો એક ટુકડો,
પસવારી લઉં એને બેચાર દહાડા.
હજી લાગણીનું છે ઘર બાંધવાનું,
એ પહેલાં ખરીદો કાં કૂંચી ને તાળાં ?
નથી કાંઈ ત્રીજું કવિતાના દેશે,
રહો બસ ખુશીથી ભરો કાં ઉચાળા.
- સંદીપ ભાટિયા
કવિતાનાં દેશમાં વાત ભલે દર્દની હોય અંતે તો – વાત ખુશી આપનારી હોય છે. જોકે, આભનાં એક ટુકડાને ફરસ પર જડીને પસવારીએ તેટલી જ ખુશી… પણ ભર ઉનાળે વર્ષા કોને ન ગમે ?!!
.

સુંદર!
છેલ્લો શેર ગમી ગયો…
સરસ ગઝલ. બધા શેર ગમ્યા. મત્લા બરાબર ટાઈપ થયો છે?
Pinki : Yes, it’s as in book, only !
excellent..
સ રસ
હજી લાગણીનું છે ઘર બાંધવાનું,
એ પહેલાં ખરીદો કાં કૂંચી ને તાળાં ?
નથી કાંઈ ત્રીજું કવિતાના દેશે,
રહો બસ ખુશીથી ભરો કાં ઉચાળા
વાહ્