વૃક્ષનું ડાઇંગ ડેકલેરેશન : દિલીપ મોદી

( પર્ણમર્મર – પવનની સંગ રચેલું વૃક્ષનું અધૂરું ગીત )
અટ્ટહાસ્ય કરતો
કુહાડીનો ઘા
પૂછે છે વૃક્ષને
‘ તારી અંતિમ ઇચ્છા શું છે ?’
કઠિયારો વૃક્ષને કહે :
‘ મારે તારું ડાઇંગ ડેકલેરેશન લેવું છે.’
વૃક્ષે જવાબ આપ્યો :
હું નહિ હોઉં ત્યારે
પવનના કાનમાં ધીમેથી
સંદેશ પહોંચાડજો કે
તારી સંગ મસ્તી ભર્યાં
મર્મર ધ્વનિ વડે
રચેલું ગીત
હજી અધૂરું છે….
- દિલીપ મોદી
વિશ્વ પર્યાવરણ દિને, વૃક્ષનાં આ અધૂરા ગીતને પૂરું કરવા એક છોડ રોપી, તેની સંભાળ લઇશું ?!!
.
the attachments to this post:


સુંદર રચના…
just excellent..! Speechless..!!
What a beautiful creation! Killer is the love of his life? So many times in reality also, what we seek, we don’t get. What we get, we don’t love. What we love is very far away! “Dying declaration” is like a bold revelation of love in front of world! Ironically enough, even this love is not complete!
પ્રેરક અને પોષક રચના.
સુંદર રચના.
વાહ! સુંદર કાવ્ય!!
સુધીર પટેલ.
સરસ રચના
હું નહિ હોઉં ત્યારે
પવનના કાનમાં ધીમેથી
સંદેશ પહોંચાડજો કે
તારી સંગ મસ્તી ભર્યાં
મર્મર ધ્વનિ વડે
રચેલું ગીત
હજી અધૂરું છે…. આનાજ સં દર્ભમાં યાદ આવી જાય…જો હુ કાલે ના હોઉં, ને સૂરજ ઉગે તો કહેજો..મારી આંખમાં એક આંસુ સુકવવું બાકી છે..
સરસ કટાક્ષ..
Very appropiate message for today about the destruction of our forrest.
Nilesh
વાહ્, હ્રુદય્સ્પર્શિ રચના…
સુંદર કાવ્ય
ઝાડ કુહાડી લાયક હો
તો
માણસ શેને લાયક ?