ચાલ ઝાડની ખબર કાઢવા : મૂકેશ જોષી
કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા,
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી,
એ પંખીની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં,
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
ઝાડ કુહાડી લાયક હો, તો માણસ શેને લાયક ?
તરણાંઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
- મૂકેશ જોષી
જો ગઇકાલે એક વૃક્ષ રોપી ના શક્યાં હોઇએ તો આજે કમ સે કમ ઝાડની ખબર કાઢવા તો જઇ જ શકીએ !! પાનખરમાં સૂકાયેલાં ઝાડને તો પંખીઓએ હિંમત આપી, પણ આ ભરવસંતે, તૂટેલી ડાળીઓનો વિયોગ વૃક્ષ કેમ સહન કરી શકે ? અને તેનું દર્દ જોઇ, પંખીઓની હિંમત પણ તૂટી જ જતી હશેને ? તો અંતિમ શેર માટે તો …. છે કોઇ ઉત્તર ??? ( શબ્દ સૌજન્ય : ટહુકો.કોમ )
.
the attachments to this post:


કવિ શ્રી મુકેશ જોશીની કલમે, સંવેદનાઓને હચમચાવતી કવિતા દ્વારા માણસની વૃક્ષ પ્રત્યેની નિર્દયતા અને ઉપેક્ષા બન્નેને ઉજાગર કરી.
વિચારવા મજબૂર કરી મૂકે એવા સાંપ્રત વિષયનું બ-ખૂબી પ્રસ્તુતિકરણ.
પણ, વૃક્ષની ખબર કાઢવા જતાં પહેલા માણસની ખબર લેવા જેવી ખરી…!!!
સરસ કવિતા..ખાસ તો બીજી પંક્તિ – ‘પાનખરમાં ઝાડ ને હિંમત આપનાર પંખીની હામ ખુટી છે’
સુંદર રચના…
સરસ સંવેદનશીલ કવિતા
યાદ
તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
kaagalne pratham tilak. e emno kaavy sangrah 6. ema aa rachnaa vacheli evu smaran 6. tyaarey khub gameli ne aajey fari vaachavi gami….