વર્ષાગમન : જયંત પાઠક

 

ઝટ ઝટ, અગાશીમાં પડ્યું છે
તે બધું અંદર ખસેડો :
સૂકવવા મૂકેલ તે ભીંજાઇ જશે ગોદડાં:
અંદર લઇ લો જાજરૂનાં ખાસ આ જૂતાં જૂનાં.
કપડાં, રખડતાં કિન્નરીનાં કૈં રમકડાં:
આ કોલસાની ડોલ, સાવરણી વળી
- સળગે નહીં બળતણ, સડી જાશે સળી -
લીધું બધું ?
હાશ, હવે ભલે થાય
પ્રલે !

 

* * * * * * * * *

આ વાદળાં આવી રહ્યાં ઓરાં
ટપ ટપ
સૂણો ફોરાં.
અગાશીમાં ચાલો
વાયરો કેવો લાગે છે
વ્હાલો !
રહી ન જવાય જો જો ક્યાંય આજ કોરાં !
વીજળી હસે છે ? વાદળાં ‘નફફટ’  કહે છે ?
કોણ જુએ, કોણ એને સાંભળે છે ?
ટપ ટપ… કશી ટાઢક વળે છે !
હાશ, હવે ભલે થાય
પ્રલે !

- જયંત પાઠક

 

 ૪૬ ડિગ્રીનો તણખો અડ્યા બાદ અચાનક થયેલું  આ વર્ષાગમન ભલેને ઋતુચક્ર મુજબ ના હોય પણ વરસાદ એટલે વરસાદ… !  જોકે,  અગાશીમાં કે ગેલેરીમાં પડેલ સામાનની ચિંતા પણ એટલી જ સતાવે પણ તેને સગેવગે કર્યા બાદ…. ભલેને થાય પ્રલે !!!

 


7 Comments to “વર્ષાગમન : જયંત પાઠક”

  1. Sanjay Pandya says:

    અદભૂત …!

  2. jahnvi says:

    હ્મ્મ એક્દમ સાચુ…આપણી સાથે બનતુ અવ્યુ છે એમ્મ જ અનુભવ્યુ.. ખુબ સરસ્.

  3. rakshit says:

    Thanks for uploading these cute poems!

  4. ખૂબ જ સુંદર કાવ્ય!!!!

  5. pragnaju says:

    ટપ ટપ… કશી ટાઢક વળે છે !
    હાશ, હવે ભલે થાય
    પ્રલે !
    અનુભૂતિ કરાવે સુંદર કાવ્ય
    યાદ
    પલળેલી પહેલી માટીની,
    મહૅંક પવન લઈ આવે-….૨
    ઝરમર ઝરમર જીલવુ અમને
    બહાર કોઈ બોલાવે

  6. વાહ, સુંદર કાવ્ય. કવિ નજર, સામાન્ય વસ્તુઓ અને તુચ્છ શબ્દોને પણ કેવું અસામાન્ય સૌઁદય બક્ષે છે! આ બતાવે છે કે માત્ર સૌઁદર્ય બોધ કરાવતાં શબ્દો વાપરવાથી જ કાવ્ય સુંદર બનતું નથી. યોગ્ય ગૂંથણીથી કંઈ વિશેષ તાદૃશ થાય અને રસ નિષ્પન્ન થાય તો વાહ ..આપોઆપ નીકળે.

  7. વાહ….મઝાનુ કાવ્ય….બીજો બન્ધ ખુબ મધૂરો ચ્હૅ…અહી કવિ રોમેન્ટિક બન્યા….સરસ વ્યન્ગાર્થ….!સહુને પોતિકુ લગે એવુ….સુરેશ મકવાણા,ભોપાલ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME