માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે

 

પતંગિયાંની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચંદ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

- કૃષ્ણ દવે 

 

એક માણસની હેસિયત કેટલી ?  બ..સ  ’પોતાનું’  આકાશ બતાવવાની  જ ને ?!!   આમ તો,  માણસને માપવો શક્ય નથી, પણ કૃષ્ણભાઇ આ ગઝલમાં ફૂટપટ્ટી લઈ માણસને  માપી શક્યાં છે, એમ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. 

 

.


10 Comments to “માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે”

  1. આટલી બધી વસ્તુઓ આપણા વેપારીઓના ધ્યાન બહાર કેમ રહી ગઈ,જાની!
    હવે લોકોનું આવી બન્યું છે?વેપારીઓનો વેપાર વધશે અને લોકોની પરેશાની.

  2. વાહ..વાહ..!
    માણસના વિવિધ રંગો–છટાઓ બખૂબી રજૂ કર્યા છે.

  3. sudhir patel says:

    ફરી માણવી ગમે એવી ચોટદાર ગઝલ!
    સુધીર પટેલ.

  4. રાજની says:

    વાહ ! વાહ !
    સરસ કટાક્ષ

  5. Ramesh Desai says:

    ખુબ જ સુન્દ ર ગઝલ ઘના લામબા સમય બાદ માનિ.લગે રહો ****

  6. સુંદર જાણીતી રચના…

  7. nilam doshi says:

    very nice..krishna dave is my all time favourite poet…
    thanks

  8. જોરદાર! ધારદાર!

  9. pragnaju says:

    સરસ ગઝલ
    ધારદાર કટાક્ષ!
    ફરી ફરી માણવૂં ગમે…

  10. કૃષ્ણભાઈની વેધક રચના.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME