ઝાંઝવામાં પથ મળે : તથાગત પટેલ
ઝાંઝવાં તો ઝાંઝવામાં પથ મળે,
કોઈ સાધન કે ન કોઈ રથ મળે.
એક મુઠ્ઠી આભ ને ચપટી ધરા,
એ પછી જે મળે તે લથબથ મળે.
કોઈની પાછળ જવું ગમતું નથી,
આવતા રસ્તા બધાં અણકથ મળે.
જિંદગીના ભેદમાં શું છે નવું ?
ક્યાંક ઇતિ કે ક્યાંક પ્હેલાં અથ મળે.
કોણ પાળે છે વચન આજે હવે ?
ખ્યાલ છોડી દે ફરી દશરથ મળે.
- તથાગત પટેલ
મૃગજળની પાછળ દોડતાં મૃગલાઓની જેમ આપણે પણ કથિત સુખોની પાછળ દોટ મૂકીએ છીએ. પરંતુ, એક મુઠ્ઠી આભ એટલે કે ઇશ્વર પર થોડી શ્રદ્ધા અને ચપટી ધરા એટલે કે બે પગ ‘જમીન’ પર રાખી, બે હાથથી મહેનત કરીએ તો સઘળુંયે લથબથ મળવાનું જ છે. કોઇનાં સાથની અપેક્ષા રાખ્યા વિના અને કોઇને અનુસરવામાં નાનમ અનુભવ્યા સિવાય જિંદગીનો ભેદ પામવો તે જ અથ થી ઇતિ એટલે કે જીવન !
.

બહોત ખૂબ ! દશરથ મળે.
સુંદર ગઝલ…
દશરથ ના મલે ,રામ મલિ જાય તો ?
સમયપાલન અને વચનપાલનને આજે બહુ ઓછુ મુલ્ય રહ્યુ છે ત્યારે સરસ શબ્દોમા રજુઆત…………….
સરસ ગઝલ
આ શેર ગમ્યો
જિંદગીના ભેદમાં શું છે નવું ?
ક્યાંક ઇતિ કે ક્યાંક પ્હેલાં અથ મળે.
સુંદર
યાદ પૂજાપાઠ
ઇતિ મન્ત્રત્રિતયેન આચમનં કુર્યાત્।
અથ કરન્યાસઃ જગ મંગલ ગુન ગ્રામ…
સરસ ગઝલ. ઘણા વખતે આ કાફિયા જોયા. એમાંય ‘અથ’ જેવો કાફિયો વાંચી ધન્ય થઈ જવાય.
જ્યાં શબ્દનો અટકી ઉભેલો રથ હશે,
ઓ અતિરથી એ ઈતિ નહીં પણ અથ હશે.
(રાજેન્દ્ર શુક્લ)
JIDGINO BHED GHNO NYARO CHE,AA TO AKSHAR BRHM ANE AKSHAR NAD CHE.PARANTU AWA MATAPITANI PRVARISHTIJ APNE BHANYA TEMA E SMYNA SHIKSHKO,MHANLEKHKO,MAHANPURUSHO,MHATMA,DHERMATMA, MANVIRO, BUDHIJIVO,SHSODHKO DWARA APNANE PRABHUE JIVANANI BHET API CHE EJ PERMATMA TAM SHUNE PURA VISHW TARFTHI KOTI KOTI VADAN