આપણે : પન્ના નાયક

 

આપણે

આટલાં નજીક

છતાં ય

જિંદગીભર

એકબીજાને જોયા કર્યાં છે એ રીતે

જાણે

હું સ્ટેશન પર

ને

તું

પસાર થતી ટ્રેનનો મુસાફર.

- પન્ના નાયક

 

ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં.  તેવી જ રીતે, એક જ છત નીચે, એક  ’માણસ’  બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?

 

.


8 Comments to “આપણે : પન્ના નાયક”

  1. Harnish Jani says:

    ખૂબ સરસ-લાગણીની અભિવ્યક્તી.

  2. રાજની says:

    સુંદર વાસ્તવિકતા પ્રગટ થઈ છે.

  3. સુંદર જાણીતી રચના… ફરી માણવી ગમી…

  4. pragnaju says:

    સ રસ અભિવ્યક્તી
    ફરી ફરી માણવી ગમે
    યાદ
    એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
    એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

  5. ઓછા શબ્દોમાં અભિવ્યક્તિને સમાવવા જેવું પ્રમાણમાં અઘરૂં કામ અહીં ચમત્કૃતિસભર અને સરસ રીતે અભિવ્યક્ત થયું.
    પ્રસ્તુત કૃતિના ભાવાનુસંધાને મારી ગઝલના બે શેર યાદ આવ્યા….

    નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
    મનુષ્યો,હદ વિષે અનહદ વિચારે છે

    બધા સંબંધનો ઇતિહાસ છે સરખો
    બધા,સંબંધની સરહદ વિચારે છે !

  6. Maheshchandra Naik says:

    પરસ્પર લાગણીની અભિવ્યક્તિ ખુબ જ ભાવપુર્ણ….

  7. ચંદ શબ્દોમાં ખૂબ સૂચક વાત.

  8. sanjeev says:

    તમે ઇશ્વર ને સવાલ કરો કે શા માતે આમ્?

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME