સોરાબજીના સોજ્જા સત્તા : નિર્મિશ ઠાકર
બરછત અંગ ( ગુરુ અંગ )
ગુરુ થિઓંચ પન લાગેંચ ગધેરો
પૈસાની પાછલ તું થિઓંચ અધીરો
ત્યુસનમાં બી તું માંગેચ એડવાન્સ
દોલતની પાછલ સું કરેંચ ડાન્સ ?
જ્ઞાન ભૂંકેચ તે બી જાસે ખાલી
દોલત બી આવસે ને જાસે ચાલી !
આતલું તું રાખસે કે ભેજામાં ઘાલી ?
* * * * * * *
સ્તુદન્તની સામ્મે તું ચાવેંચ પાન
પ્રશ્ન પૂછેંચ સાથે ખોતરેંય કાન
ખોખરુંય ગલું ને પારેંચ હાકોટા
વેતરેંચ વાંકું ને વાલેંચ ગોટા
ઉછીનું ગોખેંચ ને ભાસન ઠોકેંચ
સાંભરશે કોન, આંય બધ્ધાં ઊંઘેચ !
ડોલા ફારેંચ ? તું તો ઉલ્લું લાગેંચ !
* * * * * * *
વેકેસન લામ્બા ને લામ્બા માગેંચ
પગાર તો એથી બી લામ્બા માગેંચ
પોકારે નારા ને પારેંચ હરતાલ
ભનતરનો જરા બી રાખેંચ ખિઆલ ?
ભનતરની ઉપ્પર તું ફેરવેંચ પાની
ગુરુ થિઓંચ ને કરેંચ મનમાની ?
ઉપ્પરવાલો બી તારી જાનેંચ કહાની !
* * * * * * *
ક્લાસમાં તો કોર્સની બ્હારનું બોલેંચ
‘જ્ઞાન’ કેવચ ને ગપ્પા ઠોકેંચ
એક્ઝામની પેલ્લાં તો ફોડેંચ પેપર
સપ્લીમેન્તરીના પછી માગેંચ નંબર
‘જ્ઞાન’ વેચવાની તેં ખોલીંચ દુકાન ?
સિક્સનમાં સું ખાવા કરેંચ રમખાન ?
હું સું કેવચ, પરેંચ કૈં ભાન ?
* * * * * * *
કૂવામાં હોસે તે હવારામાં જાસે
બચ્ચાં બી ફ્યુચરમાં મવાલી થાસે
આજ વાવિઉં તે જ ઊગસેને કાલ ?
તિચર થિયોંચ જરા સમજીને ચાલ
સોરાબે સિક્સનમાં ખાધાચ ખત્તા
સોધે બમ્બઈ ને પછી પહોંચે કલકત્તા !
સત્તા લખેંચ એ બી ઊન્ધા ને ચત્તા !
- નિર્મિશ ઠાકર
ગઇકાલે, નિર્મિશ નજરે આજકાલનાં શિષ્યો વિશે જાણ્યું. જોકે, કૂવામાં હશે તો હવાડામાં આવશે એટલે સઘળો દોષનો ટોપલો ગુરુ કે શિક્ષણ વ્યવસ્થાને માથે જ પડવાનો છે. તો માણીએ, નિર્મિશ નજરે આજનાં ગુરુજીઓ…. !
.

મઝા આવિ ખુબ ગમ્યુ પારસિ બોલિ નિ મઝઝા જુદિ જ ચે.
સરસ પારસી વાણીમાં ચાબખા આજના ભણતર જગત પર શ્રી નિર્મિશ ઠાકરે આપ્યા છે, નવીનતા સાથે હઝલનો આનંદ પ્રાપ્ત થયો, આભાર, અભિનદન……..
ખુબ જ સોજુ
ખુબ મજેનુ …ઘનુજ ગમિયુ બાવા નિમેશ્ભૈ.. લખિઆ કરોજિ..મજેનુ મજેનુ…