કાગળ : મેઘબિંદુ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?
સુખની ઘટના લખું તમોને, ત્યાં દુઃખ કલમને રોકે,
દુઃખની ઘટના લખવા જાઉં, ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યાં,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યા;
તોય તમારી ઇચ્છા દોડે મુજથી આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?
- મેઘબિંદુ
પોતાની સંવેદનાઓને પ્રિયજનને કહેવી ઘણી અશક્ય હોય અને આથી જ આપણે કાગળ અને કલમનો સહારો લઇએ પણ ત્યારે પણ આંખનાં ઝળઝળિયાની ઝાંખપ ક્યાં કશું લખવા દે છે ? ઇન્ટરનેટ યુગમાં e-mail દ્વારા મનની વાતો ફેસબુક કે ઓર્કુટ પર શૅર કરીએ છીએ. પણ જો રુબરુમાં એ જ વાતો કહેવાની હોય તો…. ફરી એ જ વ્યથા !
.
the attachments to this post:


સરસ ભાવવાહી ગીત લાવ્યા તમે પિન્કીબેન…!
સંદીપભાઈએ બહુ નજાકતથી હૈયાની મુંઝવણના કલ્પનને કંડાર્યું.
ઝળઝળિયાની ઝાંખપનું સંવેદન સ્પર્શી ગયું.
અભિનંદન.
વ્યથા નિ કથા કોને કહેવિ? “પુરો થૈ ગયો કાગળ”….ભાટિયાજિ અતિ સુન્દર.
ખુબ સરસ ગીત…ગમ્યુ…અભિનન્દન સન્દિપ ભાઈ
સરસ ગીત.
દોસ્તો,
આ અદભૂત ગીત મારા પ્રિય કવિ મેઘબિંદુનું છે જે એમની પાસેથી મેળવીને, રવિવાર ૨૦ જૂન ૨૦૧૦ને દિને ભવન્સ કલ્ચરલ સેંટર અંધેરી ખાતે યોજાનારા એમના કાવ્યપઠનની જાહેરાત/આમંત્રણ સાથે FACEBOOK પર KAAVYASAMPADA EVENTમાં મેં એમની તસ્વીરોની સાથે મૂક્યું છે. કવિ મેઘબિંદુ ભગવાન જેટલા જ વિનમ્ર હોવાને લીધે એમણે પોતાની રચનાની નીચે પોતાનું નામ લખ્યું નથી. એથી કેટલાક મિત્રોને આ ગીત મેં લખ્યું હોય એવી ગેરસમજ થઇ છે. ગોટાળા બદલ દિલગીર છું અને બધા મિત્રોએ પાઠવેલા અભિનંદનમાં મારાપણ ઉમેરી મેઘબિંદુભાઇને redirect કરું છું. કાવ્યસંપદામાં મેઘબિંદુને માણવા ઉપસ્થિત રહેવા ફરી હાર્દિક નિમંત્રણ ….
પ્રિતીબહેન, સુધારી લેવા વિનંતી.
Pinki : Dear Sandipbhai, error corrected. I read the caption on file and doubted but didn’t confirm. really sorry for inconvenience . Anyways, me and our readers enjoy the programme in advance.
ખૂબ સુંદર ગીત!
સુધીર પટેલ.
મેધબિન્દુ ભાઈ સાલા આપુનકા ભાઈ હે, કયા બાપ એકસે બઢ કર એક્ ગીત લાત્તા હે….આજ ભી market મે બહુત ચલતા હે..આદમી સાલા વેપારી હે મુલુન્દકા, ઇસ ગીતકે ચક્ક્ર મે કેસે ફસ ગયા….
Thanks, Pinkiben.
Pinki : really sorry for all… I’ve to start to check online just like before. so I could see it’z already on urmi’z blog ! and even I need not to type.
પીંકી બહેન,
તમે ભજનામૃતવાણી માં આવીને ગુજરાતીમાં પ્રતિભાવ આપશો તો મને ખુબ ગમશે.
આપનો નાનકડો ભઈલો.
Pinki : Dear Atulbhai, I’ve problem in right hand… and so can’t visit or comment regularly just like before .
but definitely I try to visit and comment.
મઝાનું ગીત
ભાઈ સદિપ આટલો બધો અફસોસ ન કર્,,,,બાકી તો તુ જ લખે છે કે માણસ જેવો માણસ પળ મા ધુવાડો થઈ જાય એ કઇ જેવી તેવી વાત નથી…તો પછી ગીત ભુલથી તારા નામે પ્રગટ થયુ તો એમા કયા કોઇ તે ગુનો કરયો છે, માણસ છે ભુલ થાય્….બાકી મારી અઠવાડિયે એકાદ વાર્ મેધબિન્દુ સાથે વાત થાય છે ફોન પર… મારી અને તેની દોસ્તી ૩૫ વરસથી છે….માણસ તરીકે રેશમી માણસ છે…ધણા સારા ગીતો તેમની CD,સબધ તો આકાશ છે..મા પુરશોતોમ ભાઈએ દિલથી ગાયા છે…