એક બનાવટ છે : રશીદ મીર

કોરો કોરો છે ને લખાવટ છે,
પત્ર પોતે જ એક બનાવટ છે.

સૂનાં છે દૂર સુધી રસ્તાઓ,
મારી આંખોમાં યે થકાવટ છે.

બારીને ધીમો સાદ આપે છે,
કેવા રસ્તાઓ પણ નપાવટ છે.

કૈં નથી ને બધું જ છે એમાં,
ખાલી ખાલી છે ને સજાવટ છે.

પહેરણ તારતાર થઈ ચાલ્યું,
આપ કહો છો કે એ રખાવટ છે.

જોઈ લઈશું અમે ગમે ત્યારે,
જોઈ લેવાની અમને ફાવટ છે.

અંતે અવધૂત ‘મીર’ થઈ બેઠાં,
એક પલાંઠીની બસ જમાવટ છે.

- રશીદ મીર

ગઝલિયતથી ભરપૂર એક ગઝલ, જેનો એક-એક શેર એક ગઝલ બરાબર છે.  એને પ્રસ્તાવનાની કોઇ જરુર છે ખરી ?!!

.


9 Comments to “એક બનાવટ છે : રશીદ મીર”

  1. વિહંગ વ્યાસ says:

    વાહ્…!

  2. સરસ ગઝલ.

    પહેરણ તારતાર થઈ ચાલ્યું,
    આપ કહો છો કે એ રખાવટ છે.

  3. sudhir patel says:

    ખરેખર દમદાર ગઝલ!
    સુધીર પટેલ.

  4. રાજની says:

    અદભુત ગઝલ..બધા જ શેર સુંદર

  5. વાહ,
    જોઈ લઈશું અમે ગમે ત્યારે,
    જોઈ લેવાની અમને ફાવટ છે.
    સુંદર ગઝલ,આમેય રશીદભાઈની કલમમાંથી આવે એ એક-એક શેર એક ગઝલ બરાબર જ હોય છે તમે ખરૂં કહ્યું પિન્કીબેન…

  6. રાકેશ ઠક્કર, વાપી says:

    દરેક શેર દમદાર!

  7. જોઈ લઈશુ અમે ગમે ત્યારે,
    જોઈ લેવાની અમોને ફાવટ છે

    રશીદ મીર નો બહુ સુંદર શે’ર

    પીન્કી બહેન,

    ક્યારેક ભજનામૃતવાણીમાં “જોઈ લેવા” આવજોને

    આપનો ભઈલો.

  8. વાહ ! ખૂબ સરસ રચના થઈ છે ! એમાં ય છઠ્ઠો શે’ર તો હાસિલ્-એ-ગઝલ થયો છે

  9. રિયાઝ says:

    લાજવાબ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME