વાત : મનોજ ખંડેરિયા

suryakiran

( વાદળમાંથી વીખરાતી તડકાની સળીઓ )

વરસાદ પછીનાં ઉઘાડ જેવું, કૂણા કૂણા અભાવનું આકાશ આંખમાં ઊઘડે.

ફરી વળેલી ટહુકાની ભીનાશ લઇને, હરતી ફરતી હવા કરે અંઘોળ,
પાંપણમાં અટવાઇ જતી લીલાશ હજી તો, સરુ-વૃક્ષની તાજી ને તરબોળ;
સુગંધના કલશોરે આવ્યું – ઝાંખુંપાંખું  ગામ દૂરનું અહીં તણાતું વગડે.

ચાર દિશાને ઘેરી ઊભા પ્‍હાડ કે એની, હરિયાળીની અંગ અંગમાં ભાત,
આંગળીઓનો પીધો રેશમી કંપ તે એની, પીગળી રહી છે આજ લોહીમાં વાત;
વાદળમાંથી વીખરાતી તડકાની સળીઓ – ચાંચ મહીં કો’ ભાન ભૂલ્યું ખગ પકડે.

- મનોજ ખંડેરિયા

કાળઝાળ ગરમીથી ત્રસ્ત આપણે સૌ જેની રાહ જોતાં હતાં તે વરસાદ,  તન-મન ભીંજાય એવો તો હજુ ક્યાં વરસ્યો ?  તો પાંપણે અટવાતી લીલાશ હૃદયને ક્યાં હરિયાળું બનાવી શકી છે ?  જોકે, ભીનાં કપડાં કે છત્રી,રેઇનકોટ બની ઘરમાં તે લટકવા માંડ્યો છે. પણ તો પણ,  થોડીઘણી ગંદકીની ફરિયાદ સાથે પણ તેનો કૂણો કૂણો અભાવ તો સાલે જ છે.  કવિ મનોજ ખંડેરિયાનાં જન્મદિને , વરસાદ પછીના ઉઘાડમાં પણ ભીંજવતું એક ગીત.

.


the attachments to this post:

suryakiran
suryakiran


5 Comments to “વાત : મનોજ ખંડેરિયા”

  1. રાકેશ ઠક્કર, વાપી says:

    વાહ કવિ! જન્મદિને શુભેચ્છા સહ.

  2. sudhir patel says:

    કવિશ્રીને જ્ન્મ-દિને હાર્દિક શ્રધ્ધાંજલી!
    સુંદર ગીત!
    સુધીર પટેલ.

  3. Maheshchandra Naik says:

    વરસાદ પછીના આકાશનુ ચિત્ર દોર્યુ હોય એવો અનુભવ થયો….

  4. સુંદર રચના…
    એમાંય આ ખાસ ગમ્યું,
    આંગળીઓનો પીધો રેશમી કંપ તે એની, પીગળી રહી છે આજ લોહીમાં વાત;

  5. ગઝલકાર ગીત પણ ઉત્તમ લખે છે./..

    સુંદર રચના…

    વરસાદ રાહ જોવડાવીને આવ્યો એમ આપ પણ ઘણા લાં…બા વિરામ પછી પધાર્યા છો.. કુશળ ?

    Pinki : હવે કુશળ-મંગલ છે … :)

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME