ગઝલ : રશીદ ‘મીર’
ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવાત રસ્તામાં.
ગમે તે રીતે એનું મૂલ્ય ચૂકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડપાવે છે રસ્તામાં.
હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.
રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
હતી મારા જ કારણ તો બધી ઘટનાઓ કિસ્સામાં.
- રશીદ ‘મીર’
(૧૬.૧૧.૧૯૯૭)
સાવ સરળ બાનીમાં જિંદગીનો નિચોડ કહેતી ગઝલ.
.

વાહ્,ખુબ ખુબ સરસ ગઝલ્.
વાહ! બહુ સરસ ગઝલ !!
સુધીર પટેલ.
જનાબ રશીદભાઈની કલમે પરંપરાની છાંટ લઈ સરસ ગઝલ આપી…
સહજ અને સરળ અંદાઝ ગમ્યો.
The Mehfil is RAngeen.
I enjoy reading it. And actually many other blogs like yours have inspired me to start my own blog.
Do visit http://www.madhav.in
Thanks,
આ ફિલોસોફિકલ રોમેન્ટિસિઝમ કેમ હજું આપણા ગીત-ગઝલોને સતાવે છે ?
બીજો શેર ગમ્યો જ્યાં પોતાને સમજવા પોતાનામાંજ ડોકિયું કરવાની વાત
સાવ સરળ બોલ્ચાલની ભાષામાં અને ઢબમાં મૂકી આપી છે.
જીવનના રસ્તા પર અનુભવાતા કિસ્સાઓને વ્યક્ત કરતી સરસ ગઝલ.
વાહ મીર સાહેબ ! ક્યા ખૂબ કહી !
બીજા શેર પર આફરિન ! આફરિન ! આફરિન !
સુંદર રચના…