વખત વીતાવું છું : ગૌરાંગ ઠાકર

ક્યાં હું એમાં કશું ગૂમાવું છું ?
મારી સાથે વખત વીતાવું છું.

વાત બહુ ખાનગી જણાવું છું,
ફૂલ પાસે ગઝલ લખાવું છું.

કેવી રીતે મકાન ઘર થાશે ?
દીકરીને હું એ ભણાવું છું.

મુગ્ધતા આંખને મળે ત્યારે,
ગાલે ટપકું તરત લગાવું છું.

મારો ઈશ્વર હવે મલાજો રાખ,
હું તને સઘળે ઓળખાવું છું.

જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.

વિસ્તરે ઘરથી રોજ અનહદમાં,
મારી એવી છબી કઢાવું છું.

- ગૌરાંગ ઠાકર

આજનાં સમયમાં લોકોને ખુદને મળવાનો મોકો જ  મળતો નથી ત્યારે જાત સાથે સમય વીતાવવાની વાત જ ક્યાં કરવી ?  અને ધારોકે, સમય મેળવી લઇએ તો પણ તેનું મૂલ્ય આપણે સમજી શકતાં નથી.  પણ આવો જ કોઇક ૨૫ મો કલાક ખુદને આપીએ તો ચોક્કસ ફૂલ પાસે પણ ગઝલ ગવડાવી જ શકાય,  મુગ્ધતાને પણ પામી શકાય અને ઘરની હદ અનહદ સુધી વિસ્તારી શકાય.

.


6 Comments to “વખત વીતાવું છું : ગૌરાંગ ઠાકર”

  1. sudhir patel says:

    વાહ! મસ્ત ગઝલ!
    સુધીર પટેલ.

  2. મિત્ર શ્રી ગૌરાંગભાઈની,અનેકવાર વાંચેલી છતાંય અનેકવાર વાંચવી ગમે એવી મર્માળી ગઝલ…

  3. ખુબ સુંદર….

    “વાત બહુ ખનગી જણાવું છું….”

  4. Lina says:

    Wow..મજાની ગઝલ ..

  5. જેમ ડાળે વસંત આવે છે,
    એમ તારી નજીક આવું છું.
    - સુંદર અભિવ્યક્તિ…

  6. રાકેશ ઠક્કર, વાપી says:

    મજાની ગઝલ !
    ત્રીજો શેર બહુ જ ગમ્યો.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME