મૂલ, તોલ ને માપ વિહોણા : રાજેન્દ્ર શુકલ

sant

મૂલ, તોલ ને માપ વિહોણા,
આપ વિહરિયેં આપ વિહોણા.

ભૂલ, ચૂક કે થાપ વિહોણા,
તિલક, માલા, છાપ વિહોણા.

પુણ્ય વિહોણા, પાપ વિહોણા,
જાગ્યા કરિયેં જાપ વિહોણા.

આખે આખા શ્વાસ સમર્પિત,
કાપાકૂપી, કાપ વિહોણા.

તરવેણીને તીર તબકિયેં,
ત્રણે પ્રકારે તાપ વિહોણા.

વંશી વણ પણ મેં દીઠા છે,
દીઠા છે શરચાપ વિહોણા.

આ તો અમથો વેશ ધર્યો છે,
મૂળે તો મા-બાપ વિહોણા.

- રાજેન્દ્ર શુક્લ

‘અહં બ્રહ્માસ્મિ’ કે ‘તત્ત્વમસિ’  આત્મસાત્ થયા બાદ, આપવિહોણા થઇ શકાય અને પછી તો પાપવિહોણા, પુણ્યવિહોણા, તાપવિહોણા. બસ, જરુર માત્ર છે,  કાપવિહોણા,  આખેઆખા શ્વાસ કૃષ્ણાર્પણ કરવાની.

શબ્દાર્થ :  તાપ – દુઃખ, મનની પીડા, ( વૈદિક માન્યતા મુજબ, ત્રિવિધ-ત્રણ પ્રકારનાં તાપ એટલે કે દુઃખ રહેલાં છે.  આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક) ,  તરવેણી  – ત્રિવેણીસંગમ ( ગંગા, યમુના, સરસ્વતી નદીનો જ્યાં સંગમ થાય છે તે સ્થળ, પ્રયાગ જ્યાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે ) શરચાપ – ધનુષબાણ.

.


the attachments to this post:

sant
sant


4 Comments to “મૂલ, તોલ ને માપ વિહોણા : રાજેન્દ્ર શુકલ”

  1. વાહ પિન્કીબેન,
    ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સુંદર આધ્યાત્મના રંગે રંગાયેલી ભાવવાહી ગઝલ લઈ આવ્યા…
    સરસ ગઝલ.

  2. આપણા આધ્યાત્મિક અસ્તિત્વને, આપણા મૂળગામી- વિર્ય સ્વરૂપ-તત્વ સુધી જઈને,
    આહવાન આપે છે.આ હયાતી કયો પ્રપંચ છે ?
    આ તો અમથો વેશ ધર્યો છે…

  3. sudhir patel says:

    ખૂબસુંદર અવધૂત ગઝલ!
    સુધીર પટેલ.

  4. સુંદર ગઝલ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME