રસ્તો કરી જવાના : અમૃત ઘાયલ

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઇ મનમાં, મરી જવાના !
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
એક આત્મબળ અમારું, દુ:ખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ,
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે,
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?
- અમૃત ‘ઘાયલ’
અમૃત ‘ઘાયલ’ની એક ખુમારીસભર ગઝલ. કોઇ પણ મુશ્કેલીનો રસ્તો આત્મબળનાં સહારે જ મળે છે. અને કદાચ રસ્તો ન મળે તો, દીપકની જેમ આંધીઓમાં બુઝાઇ નથી જવાનું. જો ઇશ્વર ખુદ પથદર્શક હોય તો કાળનું પણ શું ગજું ??? ઈશ્વરની કૃપાથી, સ્વયં પ્રકાશિત બનીએ તો, ગનીચાચા કહે છે એમ, દિશાઓ પણ ફરી જાય છે. ” શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને, રસ્તો ભૂલી ગયો તો દિશા ફરી ગઇ.” – ‘ગની’ દહીંવાલા
.
the attachments to this post:


ઘાયલ સાહેબની ખૂબ જાણીતી ગઝલ..દરેક શેરમાં કેવી ખુમારી ટપકે છે..!!
ખુમારી ભરેલી ગઝલ.
ફોટો પણ યોગ્ય મુકાયો છે.
ખૂબ સુંદર મિજાજસભર ગઝલ!
સુધીર પટેલ.
ગઝલ સુંદર.. ફોટોગ્રાફ નયનરમ્ય…
you r ever welcome! i like to come here.
Khumari ane khuwari ni gazal atle AMRITBHAI.
જિન્દગી જિવવા ની કળા મળૅ ઍટલૂ સુન્દર કાવ્ય