સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા : વિમલ અગ્રાવત

sakhiri

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !

સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ, જેને છાંટો અડતા જ પાન ફૂંટે;
સાજણ સંતાય મૂઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાવ, પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !

ચૈતર વૈશાખ તો સમજ્યા, પણ આષાઢી અવસરને કેમ કરું પાર?
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર ;
વરસાદી વાયરાઓ ચાખી ચાખીને, હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરાં.

- વિમલ અગ્રાવત

આષાઢી સાંજ અને સજનીની ધોધમાર વ્હાલની ધોધમાર તરસ…  !  આષાઢી અવસરમાં વરસાદી વાયરાઓ ચાખીને, પણ જો સાજણ કોરો રહે તો તેને કેમ ભીંજવવો ?!! તેમનાં બ્લોગ પર ભીંજાવવું પણ જરુર ગમશે.   http://agravatvimal.wordpress.com/

.


the attachments to this post:

sakhiri
sakhiri


8 Comments to “સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા : વિમલ અગ્રાવત”

  1. Malti Shah says:

    ખુબ જ સરસ ગીત છે અને શબ્દો પણ સુન્દર છે. સાજણ કરતા તો સારુ’ બાવળ ઝાડ….. ખુબ સરસ.

  2. Malti Shah says:

    ખુબ જ સરસ ગીત છે અને શબ્દો પણ સુન્દર છે.

  3. મિત્ર વિમલ, ખૂબ સરસ ગીતકાર છે. ર. પા. યાદ આવી જાય એવી મસ્તી અને ભાષાકર્મ.

  4. Dinesh Trivedi says:

    બહુજ સરસ ગીત

  5. વિહંગ વ્યાસ says:

    સુંદર મજાનું ગીત.

  6. વાહ વાહ વાહ…

    ખૂબ જ મજાનું ગીત… મેરા લાખોંકા સાવન જાય રે!!

  7. sudhir patel says:

    વેકુરનો વિરડો જેવા તળપદા શબ્દ-પ્રયોગ દ્વારા રચાયેલું સુંદર ગીત!
    સુધીર પટેલ.

  8. ગીત સાથે સુંદર ચિત્ર ભીંજાવા છતા કોરી રહેતી નાયિકાના ભાવને અસરકારક રીતે વ્યક્ત કરે છે.આભાર પિન્કીબહેન.

    Pinki : Dear Vimalbhai, Warm Welcome to WebMehfiL
    And thanks a lot for sharing your nice song with us !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME