અષાઢમાં : મનોજ ખંડેરિયા

( ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં… ફોટો : મિલિન્દ ગઢવી )
એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં,
ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં.
ભૂરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે,
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.
કોઈ તરસતી છે જો યુવાની ધરા રુપે,
કોઈ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં.
જોજે ન લાગે કોઈ વિજોગણનો શાપ ક્યાંક,
ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.
અલકાની યાદ આવી તરત જાય છે ઊરે -
નેવાં નીચે નિહાળી કબૂતર અષાઢમાં.
- મનોજ ખંડેરિયા
आषाढस्य प्रथम दिने - થી આજ સુધી, અષાઢી અવસરને ઉજવતાં ગીત અને ગઝલોમાં ચોક્કસ ભીંજાયા જ હશો. ચૈતર-વૈશાખથી તરસતી ધરા પર , અંબરનું હેત અષાઢમાં મન મૂકીને વરસે ત્યારે કોરાં ન રહી જતાં… !
.
the attachments to this post:


varsadma tame na bhinjao a bani shke pan MANOJ ni gazal ma na bhinjo a na bani shke.
વરસાદી ગિરનાર ….વાહ
સાદ્યંત સુંદર રચના… એક એક શબ્દ સોનાનો છે !
અષાઢી અભિવ્યક્તિની અસંખ્ય રચનાઓ થઈ છે અને થતી રહેશે પણ ગરવા ગિરનારની ભૂરકી છવાઈ હોય એ આંખ જે ભાળે,એ સૌંદર્યની વાત જ અનેરી છે.
ફૂલોની જેમ ફોરતા પથ્થર…વાહ!
ગઝલને અનુરૂપ તસ્વીર પણ ગઝલના એક એક શબ્દને ઉજાગર કરતી જણાઈ..(ગમ્યું,મિલિન્દ!)
અષાઢની અનુપમ ગઝલ!
કવિ ગ.મિ.ની ગિરનારની સુંદર તસ્વીર પણ જામે છે!
સુધીર પટેલ.