આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી, પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી, પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી, પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી, આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી, આ હરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી, એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી, આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.
આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી, પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી, પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.
- બાલમુકુન્દ દવે
આષાઢી અવસરને ઊજવ્યાં બાદ, શ્રાવણની નીતરતી જલધારાને ઝીલવું ગમશેને ?!! શ્રાવણનાં સોહામણાં દિવસો - એ તો કો’ જતિ - સતીનાં તપનું પુણ્ય. કપૂર જેવી કાયા તો પળમાં ધૂપ બની ઊડી જશે. નેવલેથી ટપકતાં આ અમૃતને હૈયે ઝીલી લેજો, એળે ના જવા દેતાં…. !
.
the attachments to this post:


શ્રાવન સરવડા સરવર સરવર
ઝીણા વરસે ઝરમર ઝરમર
સંતુ રંગીલીમાં આ ગીત સામ્ભળ્યુ હતુ એટલે આજે ફરી યાદ કરાવ્યુ એટલે આનંદ થઈ ગયો………આભાર..