પંખીઓ જેવી તરજ : ભરત વિંઝુડા

( પોતપોતાનો સૂરજ )
પોતપોતાનો સૂરજ લઈ નીકળ્યાં,
માપસરની સૌ સમજ લઈ નીકળ્યાં.
વસ્ત્ર ખંખેરો તો ખંખેરાય તે,
ઊડતી થોડીક રજ લઈ નીકળ્યાં.
આપણે ઘડિયાળના કાંટાની જેમ,
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં.
એક પગ અટકે ને ચાલે છે બીજો,
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં.
શબ્દને મૂકી દઈને કોશમાં,
પંખીઓ જેવી તરજ લઈ નીકળ્યાં.
– ભરત વિંઝુડા
શબ્દને શબ્દકોશમાં જ રાખી, આ ગઝલને માણીએ તો ? કારણ, આ તો આપણાં સૌનાં દિલની વાત જ છે….. બસ, પોતપોતાનો સૂરજ લઇને નીકળી પડીએ ?!! ભરતભાઇનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.
.
the attachments to this post:


વાહ્
ખૂબ સરસ ગઝલ…
માપસરની સમજ…વાહ..
વાહ વાહ્…..ખુબ જ સરસ્….આકાશ ને લઈ હથેલિમા અમે,
જિતવા આ જિન્દગિ ને નિકલ્યા….
-દર્શના
હેપ્પિ બર્થ દે…્
વાહ્……આપણે ઘડીયાળ ના કાંટાની જેમ માત્ર ફરવાની ફરજ લઈ નિકળ્યા…!!!
સરસ …..
કવિને જન્મદિનની વધાઈ. સરસ ગઝલ. આ વાચનમાં મત્લા અને મક્તાના શેર સવિશેષ સ્પર્શ્યા.
કવિશ્રીને વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક વધાઈ..
કવિની બ્રાંડ-એમ્બેસડર ગઝલ !!
ખૂબજ સુંદર ગઝલ. ભરત વિંઝુડા એટલે ગુજરાતી ગઝલનું સશક્ત નામ. અમરેલી જીલ્લાનાં સાવરકુંડલામાં વસતાં ગઝલનાં એકનિષ્ઠ ઉપાસકને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.
વાહ સુદર ગઝલ્ અને કવિને જન્મ દિવસની શુભકામના…
ભરતભાઈની ખૂબ જ જાણીતી અને માનીતી ગઝલ ફરી અહીં માણવી ગમી.
કવિ-મિત્ર ભરત વિંઝુડાને જન્મ-દિનની હાર્દિક શુભકામનાઓ!
સુધીર પટેલ.
વાહ સરસ ગઝલ
કખર્ેેકખર્ સ્ુુન્નદ્્ર્ ગ્ઝ્લ્લ….
ચ્ન્નદ્્દર્્ાા
કવિશ્રીને જન્મદિન મુબારક.
ગઝલમાં પાયાની જે મૂળભૂત જરૂરીયાતો જરૂરી છે એ શું?
એ જાણવા મથામણ કરતી દરેક કલમને માટે આદર્શ ઉદાહરણ જેવી પરફેક્ટ ગઝલ કહી શકાય એવી ગઝલ.
શ્રી વિવેકભાઈએ ખરૂં જ કહ્યું.