મારી કોઈ ડાળખીમાં : અનિલ જોશી
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય, એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં, પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય, પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો !
- અનિલ જોશી
લોકગીતોની જેમ જ જેનાં ગીતો લોકહૈયે વસેલાં છે, તેવાં કવિ શ્રી અનિલ જોશીનાં જન્મદિને, માણીએ મને ખૂબ ગમતું તેમનું એક ગીત.
.
the attachments to this post:



અનિલભાઇના ગીતોમાં શબ્દો, ભાવ અને અર્થ રમતાં રમતાં, રુમઝુમતાં હાથોમાં હાથ નાખીને અનાયસે જ મોગરા બનીને મહેકે છે. પ્રિયકાંત અને અનિલભાઇ મારા પ્રિય કવિ છે. – - જયશ્રી
પિંકીબેન ,
આજે શ્રી અનિલ જોષીના જન્મદિને એમની અને એમની ખુબ જાણીતી રચના ની યાદ અપાવવા બદલ આભાર .
Pinki, I also join you in wishing a Happy BD to Anilbhai. This is one of his very creative and novel songs. Purushottam Upadhyaya and Hansa Dave have composed and presented this song at many concerts. Please get a copy from these artists and put it on your website. The composition is also very novel and creative. Thanks,
Dinesh Uncle, Gainesville, Florida, USA
સરસ રચના . અનિલભાઈને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ .
http://rupen007.feedcluster.com/
કવિશ્રી અનિલ જોશીને જન્મદિન નિમિત્તે હૃદપપૂર્વક શુભકામનાઓ …
ગીતનાં લય,શબ્દ અને સંવેદનમાં ઠાંસીઠાંસીને ભરેલી ખુમારીને બિરદાવવા ખુદ શબ્દો જ ટૂંકા પડે એ ઉંચાઈનું ભાવવાહી ગીત…
ખૂબ-ખૂબ અભિનંદન.
ગીત વિશે બધાંએ લખ્યું એ ગમ્યું પણ બે વસ્તુ તરફ દ્યાન દોરવું છે.
૧) પાંચમી પંક્તિનો હું અને છેલ્લી પંક્તિનો હું સ્થાન બદલ્લ્યા છે પરિણામે પાંચમી પંક્તિમાં લય તૂટે છે.
૨)વીજળીની બીક અને સુરજની બીક પુનરાવર્તન છે બન્ને ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે.
જન્મ દિવસ મુબારક…
કવિશ્રીને જન્મ-દિન મુબારક હો!
સુધીર પટેલ.
ઉત્તમ ગીત… ઑડિયો પણ મૂકવાની જરૂર હતી…
http://tahuko.com/?p=711
કવિશ્રીને વર્ષગાંઠની શુભકામનાઓ…
ઓડિયો લીંક આપવા બદલ વિવેકભાઇનો આભાર.