ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી
પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
- ચિનુ મોદી
‘આદિલ’ મન્સૂરીની યાદમાં , તેમનાં પરિવારજનો તરફથી ‘આદિલ’ મન્સૂરી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર આધુનિક ગઝલકાર ચિનુ મોદીને અર્પણ કરવામાં આવ્યો છે. ચિનુકાકાને વૅબમહેફિલ અને સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
.

આદરણીય ચીનુભાઈને હૃદયથી વંદન–અભિનંદન
અભિનન્દન્.દિલ થિ
કવિશ્રી ચિનુભાઈ સાથે હમણાં જ કેલિફોર્નીયાના સનીવેલમાં એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળેલો(આભાર-ડગલો,અને જયશ્રીબેન ટહુકો.કોમ)
અહીં એમની ટ્રેડ્માર્ક ગઝલ ફરીથી માણી ખૂબ આનંદ થયો.
કવિશ્રીને આદિલ મન્સૂરી પુરસ્કારથી નવાજવામાં આવ્યા એ આનંદના સમાચાર આપ્યા તમે પિન્કીબેન…
શ્રી ચિનુભાઈને હ્ર્દયપૂર્વક નમન અને અભિનંદન.
શ્રી ચિનુભાઈએ ગુજરાતી ગઝલને એક નવો વળાંક આપવામાં આદિલ મંસૂરી અને મનહર મોદીની સાથે મળીને નક્કર ભાગ ભજવ્યો છે..
ગઝલ ખરેખ હ્દ્દ્ય ગમ્ય બની છે.
ચિનુકાકાની બહુ જાણીતી ગઝલ.
તસ્બી-ગઝલનું અણમોલ રતન.