અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
નીરખું જેના થકી અંદર સતત,
એક બારી ઊઘડે અંદર સતત.
આંખ મીંચીને સહજ જોયા કરું,
એક સૂરજ ઊઘડે અંદર સતત.
લ્યો, હવે અટકી ગયો વરસાદ ને,
સાત રંગો ઊઘડે અંદર સતત.
બ્હાર ફરતો ચાકડો કાયમ અને -
હાથ બે શું શું ઘડે અંદર સતત.
કોણ ઊભું છે કિનારે થઈ ખડક ?
કે સમંદર ઊમટે અંદર સતત.
કોઈ આવી બંધ ઝટ બાંધો હવે,
પૂર આ ઊંચે ચઢે અંદર સતત.
- હર્ષ બ્રહ્મભટ્ટ
સતત અંદર નીરખીએ તો જ ‘અંદર’ની બારી ઊઘડી શકે અને એ બારી થકી જ આંખ મીંચીને આપણી અંદર સતત ઊઘડતો સૂરજને નિહાળી શકાય. અને તે સૂરજનો ‘દિવ્ય’ પ્રકાશ આપણને અંદર અને બહારથી દેદિપ્યમાન કરી દે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટને આઇ.એન.ટી. સંસ્થા દ્વારા, વર્ષ ૨૦૧૦નો ‘શયદા’ એવોર્ડ આપવામાં આવે છે તે અવસરે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.

ગઝલ બંધારણની ચૂંથણી બાજુએ મૂકી માણીએ તો તરબતર થઈ જઈએ એવું સુંદર કાવ્ય.
સુંદર ગઝલ. હર્ષભાઇને અભિનંદન.
So Simple & beautiful. 4th stanza is most beautiful. Hats off.
વાહ સાહેબ્
ગઝલ સ્વરૂપનો આભાસ કરાવતું સુંદર વિચારશીલ કાવ્ય…
સરસ ગઝલ.